GSTV
Home » News » આલિયા વરૂણની વધુ એક ફિલ્મનું આવતીકાલે ટ્રેલર લોન્ચ થશે, કરિયરના દમદાર રોલમાં વરૂણ ધવન

આલિયા વરૂણની વધુ એક ફિલ્મનું આવતીકાલે ટ્રેલર લોન્ચ થશે, કરિયરના દમદાર રોલમાં વરૂણ ધવન

alia varun new film

કરણ જોહરની મોસ્ટ અવેટેડ પીરીયડ ડ્રામા ફિલ્મ કલંકમાં વરૂણ ધવન (varun Dhawan)ના લુકને રિવીલ કરવામાં આવ્યો છે. વરૂણ ધવન આ ફિલ્મમાં જફરનો રોલ પ્લે કરવાનો છે. કરણ જોહર સાથે બીજા સ્ટાર્સે પણ વરૂણના આ લુકને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. પોસ્ટરમાં વરૂણનો ઈન્ટેન્સ લુક જોવા મળી રહ્યો છે.

કરણ જોહરે ટ્વીટ કરી લખ્યું છે કે, હાજર છે ઝફરના રોલમાં વરૂણ ધવન(varun Dhawan) . જે ઝિંદગી અને ખતરોની સાથે ફ્લર્ટ કરે છે. પોસ્ટરમાં વરૂણ આંખમાં કાજલ લગાવી, કાનમાં કડી પહેરી, લાંબા વાળ સાથે જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં તેનો લુક અને તેનો કિરદાર એગ્રેસિવ છે. હાલ તો તેના લુકને ફેન્સ ઘણો જ પસંદ કરી રહ્યા છે. ફેન્સના રિએક્શન પણ સામે આવી રહ્યા છે. એક્ટરનો લુક અને તેનું ટ્રાન્સફોર્મેશન લાજવાબ છે.

જણાવી દઈએ કે કલંક એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. જેમાં વરૂણ સિવાય આલિયા ભટ્ટ(Alia Bhatt), સોનાક્ષી સિન્હા, સંજય દત્ત, કૃણાલ ખેમુ, હિતેન તેજવાની, માધુરી દીક્ષિત, આદિત્ય રોય કપૂર જેવા સ્ટાર્સ જોવા મળવાના છે. 19 એપ્રિલે ફિલ્મ રિલીઝ થશે. જેનું બજેટ 80 કરોડ રૂપિયા છે. આ પિરીયડ ડ્રામા ફિલ્મને અભિષેક વર્મને ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં કરણ જોહર, સાજીદ નડિયાદવાલા, હીરુ યશ જોહર અને અપૂર્વ મહેતાએ પ્રોડ્યુસ કરી છે.

ઘણા સમય પહેલાથી જ કલંકને લઈ ઘણી ચર્ચાઓ થઈ રહી હતી. લાંબા સમય બાદ માધુરી અને સંજય દત્ત આ ફિલ્મમાં જોવા મળવાના છે. જો કે તેમના સીન્સ પર હજુ પણ સસ્પેન્સ બરકરાર છે. કલંકમાં એકવાર ફરી આલિયા અને વરૂણ જોવા મળશે. જેથી હિટ જોડી વધુ એક હિટ મેળવી શકે છે કે નહીં તેનો 19 એપ્રિલે ખ્યાલ આવી જશે.

READ ALSO

Related posts

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!