GSTV
Bollywood Entertainment Trending

ફિલ્મ સડક-2માં મેકઅપ વગર જોવા મળશે આલિયા ભટ્ટ, જાણો આ છે કારણ

આલિયા ભટ્ટ માટે 2019નું વર્ષ ધણું મહત્ત્વનું છે. ગયા વર્ષે પણ તેને રાઝી માટે ઘણા ઍવોર્ડ મેળવ્યા હતા. આ વર્ષે પણ તે શાનદાર રજૂઆત કરવા માગે છે. તે બ્રહ્માસ્ત્રમાં કામ કરી રહી છે જે મોટા બજેટની ફિલ્મ માનવામાં આવે છે. બ્રહ્માસ્ત્ર ઉપરાંત તે ફિલ્મ સડક-2માં પણ જોવા મળશે.

આ ફિલ્મ તેના માટે ખાસ છે કારણ કે તેના પિતા મહેશ ભટ્ટે નિર્દેશન કર્યું છે. તાજેતરમાં જ તેના લુકને લઈને ચર્ચા થવા લાગી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ મેકઅપ વિના જોવા મળશે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે ફિલ્મની વાર્તા ઘણી મજબૂત છે. આલિયાને આ ફિલ્મ માટે ઘણી મહેનત કરવી પડી છે.

ફિલ્મના પહેલા શેડ્યૂલમાં તે મેકઅપ વગર શૂટિંગ કરશે. શૂટના શરૂઆતના દિવસોમાં તે 25 મિનિટમાં તૈયાર થઈ જતી હતી. બ્રહ્માસ્ત્રના શૂટિંગ માટે બનારસ જતાં પહેલા આલિયાએ ઘણા સીન્સ શૂટ કરી લીધા હતા. જેની આશા રાખી શકાય તેમ નથી. આ પહેલી વખત છે, જેમાં તે સિંપલ લુકમાં જોવા મળશે. આ પહેલા પણ તે હાઈવે, ઉડતા પંજાબ, રાઝી જેવી ફિલ્મોમાં તે ઘણા બધા સીન્સ મેકઅપ વગર આપ્યા છે.

આલિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ક્યૂટ એક્ટ્રેસ તરીકે ઓળખાય છે. સડક-2 ફિલ્મમાં આદિત્યા રોય કપૂર, પૂજા ભટ્ટ અને સંજય દત્ત અભિનય કરતો જોવા મળશે. ફિલ્મ 10 જુલાઈ 2020માં રિલીઝ થાય તેમ છે. આલિયા પિતાની ફિલ્મમાં કામ કરી રહી છે, તો થોડો ડર પણ છે અને એક્સાઈડેટ પણ છે.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV