GSTV
Home » News » પોતાનાથી અડધી ઉંમરની આ એક્ટ્રેસ સાથે રોમાન્સ કરશે સલમાન, 20 વર્ષ બાદ ભણસાલી સાથે કરશે કામ

પોતાનાથી અડધી ઉંમરની આ એક્ટ્રેસ સાથે રોમાન્સ કરશે સલમાન, 20 વર્ષ બાદ ભણસાલી સાથે કરશે કામ

bhansali new movie

સલમાન ખાન ૨૦ વરસ બાદ સંજય લીલા ભણશાલી સાથે કામ કરવાનો છે. આ ફિલ્મમાં સલમાન સાથે કોઇ અભિનેત્રી હશે તેના પર જ લોકોનું ધ્યાન હતું. અંતે સોની માનીતી આલિયા ભટ્ટ પર મહોર મારી છે. આ વાતની જાણ સલમાન ખાને સોશિયલ મીડિયા પર કરી છે. 

સલમાને પોતાના સોશયલ મીડિયા પરના અકાઉન્ટ પર ઘોષણા કરતાં કહ્યુ ંહતું કે, ” ૨૦ વરસ બાદ સંજય લીલા ભણશાલી સાથે કામ કરવાનો મને આનંદ છે. અમારી આગામી ફિલ્મનું નામ ‘ઇંશાઅલ્લાહ…’ હશે.આલિયા સાથે આ ફિલ્મમાં હું કામ કરવા ઉત્સાહિત છું. ઇંશાલ્લાહ અમે આ સફરમાં સફળ થઇએ.”

આલિયાએ જણાવ્યું હતુ કે, ” હું નવ વરસની હતી ત્યારથી મને સંજય ભણશાલી સાથે કામ કરવાની ઇચ્છા હતી. એ સમયે હું તેમની ઓફિસમાં ગઇ હતી. ત્યારે મને જાણ નહોતી કે મને ભવિષ્યમાં તેમની સાથે કામ કરવાની તક મળશે. આજે મારું આ શમણું પૂરું થઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ માટે દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાના નામ બોલાયા હતા.  આલિયા ભટ્ટ હાલ બોલીવૂડના માંધાતાઓની પ્રાથમિકતા છે. તેના સ્ટારડમ અને અભિનય ક્ષમતાનો લાભ લેવા સહુ કોઇ ઉતાવળા છે. હાલમાં જ ‘બાહુબલી’ના મેકર્સ એસએસ રાજામોલીની ફિલ્મ ‘આરઆરઆર’ સાઇન કરી છે અને હવે આલિયા સંજય ભણશાલીની ફિલ્મમાં કામ કરવાની છે.

આલિયા માટે આ મોટી તક છે કે તેને સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે અને ભણશાલી જેવા દિગ્દર્શક સાથે કામ કરશે. 

Read Also

Related posts

પીએમ મોદીએ માતા હિરાબા સાથે જે ભોજન લીધું તેમાં હતા આ ખાસ પકવાનો

Mayur

ઓસ્ટ્રેલિયાની એક વૈજ્ઞાનિકે કર્યો અનોખો દાવો, મૃત્યુ પછી પણ મનુષ્યનું શબ એક વર્ષ સુધી…

pratik shah

શું તમે જાણો છો? કયો મોબાઇલ અને સિમકાર્ડ યુઝ કરે છે પીએમ મોદી?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!