GSTV
Bollywood Entertainment Trending

આલિયા ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર બાદ જોવા મળશે અહીં, તેના ફેન્સને આપશે નવી નવી ટિપ્સ

આલિયા ભટ્ટ બોલિવૂડની સફળ એક્ટ્રેસના લિસ્ટમાં છે. આલિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે. આલિયા હંમેશાં ગ્લેમરસ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. નવા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે આલિયા તેની યુ-ટ્યૂબ ચેનલ લોન્ચ કરી રહી છે.

alia bhatt hollywood

આ ચેનલના માધ્યમથી તે ફેન્સ સાથે તેનો શેડ્યૂલ, ફેશન, મેકઅપ અને ફિટનેસની ટિપ્સ શેર કરશે. સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે આલિયા તેના ફેન્સને પોતાની જિંદગીથી રૂબરૂ કરાવા માગે છે. તેને નવી વસ્તુ ટ્રાય કરવાનું ગમે છે. એટલા માટે જ તે ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પછી તે યૂ-ટ્યૂબ પર એક્ટિવ રહેવાનું વિચારી રહી છે.

આલિયાનું માનવું છે કે વીડિયોના માધ્યમથી ફેન્સ સુધી તેની વાત પહોંચાડવી સારો વિકલ્પ છે. રિપોર્ટસ્ મુજબ જાણવા મળ્યું છે કે તે પોતાની યુ-ટ્યૂબ ચેનલ ટૂંક સમયમાં જ લોન્ચ કરશે. ઈન્સ્ટાગ્રામ પર ખાલી ફોટાના માધ્યમથી ફેન્સ સાથે કનેક્ટ થઈ શકાય છે. જ્યારે આ ચેનલ પર આલિયા તેની ફિટનેસની જાણકારી આપશે.

ફિલ્મોમાં તેના અલગ-અલગ લુક્સની વાત કરશે. અત્યારે આલિયાની કરિયર ટોચ પર છે. આલિયા ઘણી હિટ ફિલ્મો આપી ચૂકી છે. આલિયાને ઓડિયન્સનો ભરપૂર સપોર્ટ મળી રહ્યો છે. આલિયા તેની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV