GSTV

રણબીર-આલિયાની થઇ ગઇ સગાઇ? આ ફોટો વાયરલ થતાં ચર્ચાએ પકડ્યુ જોર

Last Updated on September 12, 2019 by

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાની ફિલ્મોની સિવાય રિલેશનશિપને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. છેલ્લા દિવસોમાં આ કપલને અંબાણી પરિવારના ઘરે ગણેશ ચતુર્થીના ક્રાર્યક્રમમાં જોવામાં આવ્યો હતો. અહીં બંનેએ મીડિયાને સાથે પોઝ આપ્યા હતા. હાલમાં આલિયાને રણબીર કપૂરના ઘરની બહાર જોવામાં આવી હતી.

alia bhatt

આ દરમિયાન આલિયા પીળા રંગના જોડામાં નજરે આવી હતી. પીળા રંગનું શરારા પહેરી આલિયા કોઈ નવી વહુની જેવી લાગી રહી હતી. તે સતત મીડિયાની સામે આવવાથી બચતી રહી. કેટલાંક મીડિયા પર્સને આલિયાની ફોટોઝ લેવાની કોશિશ કરી પણ તે ચોખ્ખા આવ્યા નહીં.

alia bhatt

આલિયાની અસ્પષ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આલિયાએ ઋષિ કપૂરની મુલાકાત લીધી હતી. ઋષિ કેન્સરની સારવાર લઈ થોડા દિવસો પહેલા ન્યૂયોર્કથી પાછા ફર્યા છે. આલિયાના પીળા શારારા ફોટા જોતા ચાહકો તેને કપૂર પરિવારની પુત્રવધૂ હોવાનું જણાવી રહ્યાં છે.

alia bhatt

આ ફોટાને વિરલ ભયાણીએ પોતાના ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. એક યૂઝરે પૂછ્યું કે શું આલિયાની સગાઈ થઈ ગઈ છે. બીજા યૂઝરે લખ્યું કે એન્ગેઝમેન્ટ ડન. ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું કે વહુ વાળુ રૂપ. જો કે અત્યાર સુધી ન તો આલિયા ભટ્ટની ફેમિલી પાસેથી લગ્નને લઈને કોઈ નિવેદન આવ્યું છે કે ન તો રણબીર કપૂરના પરિવારે કોઈ નિવેદન આપ્યું છે.

alia bhatt

જણાવી દઈએ કે છેલ્લાં થોડા દિવસોથી રણબીર-આલિયા કેન્યામાં રજાઓ મનાવવા ગયા હતા. બંને જંગલની સફારીની મજા લેતા હોય તેવા ફોટાઓ સામે આવ્યા હતા. આલિયાએ કેન્યાની સેર કરતા કેટલીંક તસ્વીરો ઈન્સટાગ્રામ પર પણ મુકવામાં આવી હતી.

READ ALSO

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!