GSTV

આમિર ખાન માટે આલિયાએ કરી સમાજ સેવા, પાવડા અને તગારા ઉચકીને કર્યું કામ

Last Updated on May 1, 2018 by Arohi

આલિયા ભટ્ટ ફિલ્મ કલંકની શૂટિંગમાંથી સમય કાઢીને લાતુરના મરાઠવાડામાં શ્રમદાન માટે પહોંચી. શ્રમદાન સેલેબ્રીટી દ્વારા શરુ કરવામાં આવેલી એક સામાજિક પહેલ છે. જે આમિર ખાનના પાણી ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે. લાતૂરમાં આલિયા આમિરની સાથે આ મુહિમનો ભાગ બનતા કેપ્ચર થઇ હતી.

ફોટામાં આલિયા પાવડા દ્વારા માટી ખોદતા જોઈ શકાય છે. 30 એપ્રિલે જ આલિયાએ ટ્વીટ કરીને મરાઠવાડાના ગામ ગઈને શ્રમદાન કરવાની જાણકારી આપી હતી. આલિયાના સામાજિક કાર્ય સાથે જોડાવવા માટે તેના ફેંસે તેની ખૂબ પ્રશંસા કરી હતી. ફેંસે આલિયાને કહ્યું કે અમને તારા પર ગર્વ છે. શ્રમદાન કરતી આલિયાની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આલિયાને ફિલ્મ જગતના ઘણા મોટા સ્ટાર્સે પણ જોઈન કરી છે. જેમાં સાઈ ત્મ્હાન્કાર, જીતેન્દ્ર જોશી, જ્યોતિ સુભાષ, ગિરિષ કુલકર્ણી, અમય વાઘ, અમૃતા સુભાષ પણ શામેલ છે.

@aliaabhatt & @_aamirkhan at #mahashramdaan by #paanifoundation

A post shared by Alia Bhatt Fanpage ♡ (@aliaabhattzone) on

આમિરની મુહિમ પાણી ફાઉન્ડેશન મહારાષ્ટ્રના અલગ અલગ ગામડા માટે છે. જે દેશમાં પાણીના મહત્વ અને તેના બચાવ માટે લોકોને જાગૃત કરે છે. આ મુહિમમાં આમિર દુરના એવા ગામડાઓમાં પાણી પહોંચાડશે જ્યાં દુષ્કાળ છે અને પાણીની અછત છે. મજુર દિવસે આમિરે મહારાષ્ટ્રમાં ‘મહા શ્રમદાન’નો કાર્યક્રમ આયોજિત કરી રહ્યા છે.

Related posts

BIG BREAKING: અશ્લીલ ફિલ્મ મામલે શિલ્પા શેટ્ટીના પતિ રાજની મુશ્કેલી વધી, 14 દિવસની પોલીસ કસ્ટડીમાં કુંદ્રા

pratik shah

રાજ કુન્દ્રાની વધુ મુશ્કેલી : કંપની વિરુદ્ધ ગુજરાતના એક શખ્સે નોંધાવી ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Damini Patel

પોર્ન ફિલ્મોની અઢળક કમાણીમાંથી રાજ કુન્દ્રાએ શિલ્પા ઉપર પુષ્કળ નાણા વાપર્યા, દેશ-વિદેશમાં વૈભવી ઘર ભેટ આપતો હતો ?

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!