બોલીવુડમાં આજકાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના રિલેશનશીપને લઇને ચર્ચાઓ થતી રહે છે. તાજેતરમાં જ આ કપલ પોતાની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રના લોગો લૉન્ચ ઇવેન્ટ માટે કુંભ ગયાં હતા. જ્યાં તેમની વચ્ચેની અદ્બૂત કેમેસ્ટ્રી જોવા મળી હતી.
તાજેતરમાં જ એવા અહેવાલ મળ્યાં હતાં કે આલિયા ભટ્ટે એક નવું ઘર ખરીદ્યુ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘરમાં તે રણબીર કપૂર સાથે લિવ ઇનમાં રહેશે. જો કે જ્યારે તેને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે આલિયાએ આ વાતને ફક્ત અફવા ગણાવી હતી. આલિયા ભટ્ટે કહ્યું હતું કે મેં નવી પ્રોપર્ટી ખરીદી છે એ વાત સાચી છે પરંતુ એની સાથે મિડિયાએ લખેલી બીજી વાતો નરી ગોસિપ છે.
‘મેં નવી પ્રોપર્ટી ખરીદી એ વાત સાચી પરંતુ એ મકાન મારા હાલના ઘરથી દૂર નથી. વાસ્તવમાં અમે હાલ જે મકાનમાં રહીએ છીએ એજ મકાનમાં મેં એક પ્રોપર્ટી ખરીદી છે. એટલે નવી પ્રોપર્ટીની વાત સાચી પરંતુ એ સિવાયની જે બધી વાતો મિડિયામાં પ્રગટ થઇ છે એ નર્યાં ગપ્પાં છે’ એમ આલિયાએ કહ્યું હતું.
‘હું કદી મારાં માતાપિતા અને બહેનથી દૂર રહેવા જઇ શકું નહીં. આ તો અમારા જ એપાર્ટમેન્ટમાં એક પ્રોપર્ટી મળતી હતી એ મેં ખરીદી લીધી એટલે હું મારા પરિવારની નિકટ છું. ક્યાંય દૂર રહેવા જવાની નથી. હું પરિવારથી દૂર રહેવા જવાનું સપનેય કલ્પી શકતી નથી.
એણે ઉમેર્યું હતું કે મેં મારા ઘરની ઇંટે ઇંટ મારા પસીનાથી બનાવી છે. એનું ફર્નિચર મારી પસંદગીનું છે અને એમાં હું મારી રીતે જીવવાની છું. એનો અર્થ ેએવો નથી કે હું મારાં માતાપિતા કે બહેનથી દૂર રહેવા જવાની છું. એજ ઇમારતમાં અમે બધા એકમેકની નિકટ રહેવાના છીએ. વાસ્તવમાં આ પ્રોપર્ટી મારી ઑફિસ છે. હું હવે નિર્માત્રી બની રહી છું. આ નવી પ્રોપર્ટી મારી ફિલ્મ કંપનીની ઑફિસ છે.
Read Also
- અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ
- જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે
- વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી
- પાકિસ્તાને વૈશ્વિક દરજ્જો મેળવવો હશે તો ભારત જેવા પાડોશીઓ સાથે સબંધો સુધારવા જ પડશે- નવાઝ શરીફ