આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના અફેરની ચર્ચાઓ બોલીવુડની ગલીઓમાં જોરશોરથી થઇ રહી છે. તાજેતરમાં જ આલિયા ન્યૂયોર્કમાં હતી અને રણબીરના પરિવાર સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરીને સ્વદેશ પરત ફરી છે. આલિયા બાલ પોતાની અપકમિંગ ફિલ્મ ગલી બૉયના પ્રમોશનમાં વ્યસ્ત છે.
ગલી બૉય રૅપર ડિવાઇનના જીવન પર આધારિત ફિલ્મ છે. જેમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરી દેવામાં આવ્યું છે જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. ટ્રેલરના એક સીનમાં આલિયા પોતાના બૉયફ્રેન્ડ માટે એક યુવતીના માથા પર બોટલ મારી દે છે. આલિયા ટ્રેલરમાં કહે છે કે જો કોઇ તેના બૉયફ્રેન્ડની નજીક આવશે તો તેની આવી જ હાલત થશે. ]
ટ્રેલર લૉન્ચ દરમિયાન આલિયાને પૂછવામાં આવ્યું કે શું અસલ જીંદગીમાં કોઇ યુવતી તેના બૉયફ્રેન્ડની નજીક આવવાનો પ્રયાસ કરશે તો શું તે તેને મારશે? જેના જવાબમાં આલિયા કહે છે કે હજુ સુધી તો નહી, પરંતુ હજુ જીંદગી બાકી છે, પરંતુ કદાચ ક્યારેય નહી કારણ કે હું હિંસામાં નથી માનતી.
આલિયાના જવાબ બાદ રણવીર તેની ખિલ્લી ઉડાવતાં કહે છે કે, કોઇની હિંમત નથી કે આલિયાના બૉયફ્રેન્ડની સામે પણ જોઇ શકે. ખબરોની માનીએ તો આલિયા અને રણબીર કપૂર 2020માં લગ્ન કરી શકે છે. બંને પરિવારો ઇચ્છે છે કે તેઓ આ સંબંધને આગળ વધારે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના રિલેશનશીપને એક્સેપ્ટ કરી ચુક્યા છે. બંનેના પરિવારજનો પણ આ કપલના રિલેશનશીપને મંજૂરી આપી ચુક્યા છે. આ ઉપરાંત હવે આલિયા ભટ્ટ લગ્ન પહેલાં જ રણબીર કપૂરના પરિવારનો હિસ્સો બની ગઇ છે. રણબીર-આલિયા આશરે એક વર્ષથી રિલેશનશીપમાં છે અને ફેન્સ ટૂંક સમયમાં તેમને પતિ-પત્નીના રૂપમાં જોવા માગે છે.
જણાવી દઇએ કે તાજેતરમાં જ મહેશ ભટ્ટે પણ આલિયા અને રણબીર એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની વાત પર મહોર લગાવી હતી. તેમણે રણબીરને સારો યુવક ગણાવતાં કહ્યું હતું કે તેમની દિકરી આલિયા અને કપૂર ખાનદાનના લાડલાનું ભવિષ્ય શું હશે તે તે બંને જ નક્કી કરશે.
Read Also
- કામની વાત! આધાર કાર્ડને અપડેટ કરાવતા લેવાય છે બહોળો ચાર્જ, આવો અનુભવ તમને પણ થાય તો અહિં નોંધાવો ફરિયાદ
- લાલ સૂટમાં સપના ચૌધરીનો શાનદાર ડાન્સ, સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ
- રખડતા ઢોરે લીધો વધુ એક જીવ : અંધારામાં રસ્તા પર બેસેલી ગાય ન દેખાતા સર્જાયો અકસ્માત, બાઇક ચાલક યુવાનનું મોત
- જિયા ખાનની માતાએ પોલીસ અને CBIની તપાસ પર ઉઠાવ્યા અનેક સવાલ, કહ્યું- ‘આ આત્મહત્યા નહીં, હત્યાનો મામલો છે’
- Box Office/ તાપસીની ફિલ્મ ‘દોબારા’ને આ ગુજરાતી ફિલ્મે પાછાડી, કાર્તિકેય 2ની કમાણીમાં જોરદાર ઉછાળો