GSTV

ન્યૂયૉર્કમાં ખીલ્યો રણબીર-આલિયાનો રોમાન્સ, બંનેની કેમેસ્ટ્રી જોઇને તમે પણ કહેશો Wow!

ઋષિ કપૂર અમેરિકાના ન્યુયૉર્કમાં પોતાની સારવાર કરાવી રહ્યાં છે. નીતૂ સિંહ પણ તેની સાથે છે. રણબીર કપૂર સતત ત્યાં અવર-જવર કરી રહ્યો છે. પરંતુ તાજેતરમાં જ રણબીરની કથિત ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ અમેરિકા ઋષિ કપૂરને મળવા પહોંચી હતી. તેમની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ તસવીરને ઇન્સ્ટાગ્રામ પર રણબીર અને આલિયાના એક ફેન ક્લબે શેર કરી છે. તેમાં રણબીર અને આલિયા સાથે જોવા મળી રહ્યાં છે.

ટૂંક સમયમાં રણબીર અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે. તેઓ હાલ રિલેશનશીપમાં છે તેવું માનવામાં આવી રહ્યું છે પરંતુ હજુ સુધી તેમણે ઑફિશિયલી આ અંગે કોઇ નિવેદન આપ્યું નથી. જો કે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા-રણવીર બાદ આલિયા અને રણબીર પણ આવતા વર્ષે લગ્ન કરી લેશે.

રિશી કપૂર થોડા દિવસો પહેલા પોતાની બીમારીનો ઇલાજ કરાવવા અમેરિકા ગયો છે. તેણે  સોશિયલ મીડિયા પર પોતે ઇલાજ કરાવવા જઇ રહ્યાનું જણાવ્યું હતું. પરંતુ બીમારી વિશે જણાવ્યું નહોતું. તેને કેન્સર જેવી ગંભીર બીમારી હોવાની ચર્ચાથી તેના ભાઇ રણધીર કપૂરે મીડિયા કર્મીઓને આવી અફવા ન ફેલાવાનું કહ્યું હતું. જોકે હજી સુધી રિશી કઇ બીમારીથી પીડાઇ રહ્યો છે તે તેઓએ જાહેર કર્યું નથી.

 ઉલ્લેખનીય છે કે, રિશીની મોટી બહેન રીતુ કપૂર નંદાને સાત વરસ પહેલા કેન્સર થયું હતું અને તે આ બીમારીથી જંગ લડીને સારી થઇ છે. રિશી પણ સારો ફાઇટર છે અને તે પણ સાજો થઇ જશે. પરિવારની નજીકના સૂત્રે જણાવ્યું હતું કે, ”રિશી બહુ જ હિંમતથી પોતાની બીમારી સામે લડી રહ્યો છે. તે રોગની સામે ઝુકી નથી ગયો કે ડિપ્રેશનમાં નથી આવી ગયો. તે આવી ગંભીર બીમારીની સારવારમાં ફક્ત નીતુ સિંહને જ પોતાની પાસે ઇચ્છે છે.

રિશીને અસહ્ય દુખાવો થતો હોવાની પણ  ચર્ચા હતી જોકે, રણબીર પણ તેની પાસે હતો અને આલિયા પણ ગઇ હતી. કરણ જોહર અને અયાન મુખર્જી પણ રણબીરના ખાસ મિત્રો છે અને તેઓ રિશીની ખબર કાઢવા ન્યુયોર્ક જાય તેવી ચર્ચા છે.  હવે અમેરિકામાં રિશીની સારવાર શરૂ થઇ ગઇ છે. તેની આ માંદગીમાં તેના પડખે તેની પત્ની નીતુ છે. તેમજ રણબીર પણ સાથે ગયો હતો. રણબીરની  હાલની ગર્લફ્રેન્ડ આલિયા પણ રિશી અને રણબીરને મળવા અમેરિકા ગઇ હતી.

Related posts

નોકરીઓ નથી અને બેરોજગારો વધારશે મોદી સરકાર, આ કંપનીઓને કર્મચારીઓને કાઢવાની મળી ગઈ છૂટછાટ

Karan

દિવાળીના તહેવારોમાં મુસાફરો માટે ST વિભાગનો મોટો નિર્ણય, ખાનગી વાહનોની ધક્કામુક્કીમાંથી મળશે રાહત

Karan

IPL 2020: ક્રિસ ગેલનો અનોખો રેકોર્ડ, T20 ક્રિકેટમાં પુરા કર્યા 1000 છગ્ગા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!