GSTV

રણબીર માટે આટલી ઘેલી છે આલિયા ભટ્ટ, સાથે કામ કરવા માટે પાર કરી નાંખી તમામ હદો

મોખરાની ગણાતી અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યું હતું કે મેં ફિલ્મ સર્જક અયાન મુખરજીને વિનંતી કરી હતી કે બ્રહ્માસ્ત્રમાં મને રણબીર કપૂર સાથે કામ કરવાની ઇચ્છા છે, મને રોલ આપો.એક ઇન્ટરવ્યૂમાં ખુદ આલિયાએ આ વાત પહેલીવાર જાહેર કરી હતી. યોગાનુયોગે આ ફિલ્મમાં સાથે કામ કરતાં કરતાં આલિયા અને રણબીરનાં મન મળી ગયાં અને બંને પ્રેમમાં પડયાં એ હકીકત હવે તો જગજાહેર છે.

હોલિવૂડની સુપરમેન અને આયર્ન મેન જેવી સુપરહીરો ફિલ્મોની જેમ ઇન્ડિયન સુપરહીરોની ફિલ્મ ટ્રિલોજી બનાવવાની ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની યોજના હતી. એ યોજનાના ભાગ રૂપે આ ટ્રિલોજીની પહેલી કડી બ્રહ્માસ્ત્ર નામે બની રહી છે જેમાં આલિયા અને રણબીર કપૂર ઉપરાંત મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, સાઉથનો સુપરસ્ટાર નાગાર્જુન અને ટીવી સ્ટાર મૌની રોય પણ ચમકી રહ્યાં છે.

relationship with Ranbir Kapoor and Alia Bhatt

આલિયાએ કહ્યું કે અયાન જ્યારે યહ જવાની હૈ દિવાની  બનાવી રહ્યા હતા ત્યારે જ તેમના મનમાં બ્રહ્માસ્ત્રની સ્ટોરી રમતી હતી. એમણે આ ફિલ્મ બનાવવાની યોજના ઘડી એની માહિતી મને મળતાં મેં એમને વિનંતી કરી હતી કે મારે રણબીર કપૂર સાથે કામ કરવું છે. મને તમારી ફિલ્મમાં રણબીર સાથે સાઇન કરો.

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!