આલિયા ભટ્ટનો એરપોર્ટ લુક વાયરલ, પહેર્યો 2 લાખનો નાઇટસૂટ

બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના સ્ટાઇલિશ લુકને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તેની ફેશન સેન્સ હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં તેમને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. તેમના એરપોર્ટનો આ લુક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

તેમણે Gucceનો ફ્લોરલ નાઇટ સૂટ પહેર્યો છે. આ સાથે તેમણે ન્યૂડ કલરની હીલ્સ અને બેગ પકડેલુ છે.

આ દરમ્યાન તેમણે પોતાના દેખાવને ખૂબ જ સિમ્પલ રાખ્યો છે. પોનીટેલની સાથે અભિનેત્રીએ લાઇટ પિંક કલરની લિપસ્ટિક પણ લગાવી છે. આવો જાણીએ બૉલીવુડ દીવાની આ શ્રેષ્ઠ દેખાવ પર કેટલા રૂપિયા ખર્ચ થયાં.

એન્ટરટેનમેન્ટ પોર્ટલ મુજબ, આલિયાએ જે નાઇટસૂટ પહેર્યુ છે, તેની કિંમત અંદાજે 2 લાખ છે. તો તેના સુંદર બેગની વાત કરીએ તો તે 1 લાખની છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા હાલમાં પોતાની આગામી ફિલ્મ બહ્માસ્ત્રને લઇને ચર્ચામાં છે. ફિલ્મમાં રણવીર સિંહ પણ છે. બહ્માસ્ત્રમાં રણબીર કપૂર મુખ્ય રોલ ભજવી રહ્યાં છે. આવુ પ્રથમ વખત બન્યું છે, જ્યાં આલિયા, રણબીરની સાથે કામ કરી રહી છે. તો આલિયા ભટ્ટ અને રણબીરના રિલેશનશિપની ખબર અત્યારે ખૂબ ચર્ચામા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter