GSTV
Bollywood Entertainment Trending

મુશ્કેલીના સમયમાં રણબીરને મળ્યો આલિયાનો સાથ, મળવા પહોંચી ન્યૂયોર્ક

એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું રિલેશનશીપ હાલ ચર્ચામાં છે. પોતાના સંબંધો અંગે બંને એક્ટર્સે ક્યારેય સહમતિનો નથી આપી પરંતુ તેમણે આ અંગે ક્યારેય ઇનકાર પણ નથી કર્યો. તેવામાં આલિયા રણબીર અને તેના પરિવારનો સાથ આપતી જોવા મળી. આલિયા હાલ ન્યૂયોર્કમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Alia ✨⭐️ (@aliaabhatt) on

આલિયા ન્યોયોર્કમાં છે તે અંગેની જાણકારી તેણે પોતે જ આપી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પેજ પર એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, ‘The Big Apple’

 

View this post on Instagram

 

A post shared by Alia ✨⭐️ (@aliaabhatt) on

રણબીરના પિતા ઋષિ કપૂર ન્યૂયોર્કમાં સારવાર કરાવી રહ્યાં છે. હાલ નીતૂ કપૂર અને રણબીર કપૂર પણ તેમની સાથે ન્યૂયોર્કમાં જ છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર આલિયા રણબીર અને તેના પરિવારને મળવા માટે ન્યૂયોર્ક પહોંચી છે.

 

View this post on Instagram

 

A post shared by Alia ✨⭐️ (@aliaabhatt) on

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં રણબીરના બર્થ ડેને સ્પેશિયલ બનાવવા માટે આલિયાએ ઘણી મેહનત કરી હતી. તેણે રણબીર માટે પોતાના હાથે કેક બનાવી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરે તો રણબીર અને આલિયા વર્ષ 2019માં રિલિઝ થવા જઇ રહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે. બંનેની સાથે આ પહેલી ફિલ્મ છે. રણબીર પહેલીવાર કોઇ ફિલ્મમાં એક્શન રોલ કરતો જોવા મળશે. આ ઉપરાંત આલિયા ફિલ્મ કલંકમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Alia ✨⭐️ (@aliaabhatt) on

ઉલ્લેખનીય છે કે બૉલીવુડના ગૉસિપ ગલિયારોમાં એક મોટી ખુશખુબર ગૂંજી રહી છે. ચર્ચાએ જોર પક્ડ્યુ છે કે ઈન્ડસ્ટ્રીના બે મોટા પરિવારો કપૂર અને ભટ્ટ પોતાની ઔપચારિકતા મિત્રતાને સંબંધમાં બદલવાનો નિર્ણય કર્યો છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ગયા અઠવાડિયે છૂપીરીતે સગાઈ થઈ ગઈ છે, જોકે, હજી આ સમાચાર પર કોઈએ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ રસપ્રદ ચર્ચા એ છે કે રણબીર-આલિયા રિલેશનશિપને સંબંધનું નામ આપવાનો નિર્ણય કરી લીધો છે.

Related posts

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu
GSTV