GSTV
Home » News » આલિયા ભટ્ટે ફરી ગુમાવી સોનેરી તક, દિપિકા-રણવીરની ખુલી કિસ્મત

આલિયા ભટ્ટે ફરી ગુમાવી સોનેરી તક, દિપિકા-રણવીરની ખુલી કિસ્મત

સંજય લીલા ભણશાલીની ફિલ્મમાં આલિયા ભટ્ટ કામ કરવાની છે, એવી ગુસપુસ બોલીવૂડમાં થતી હતી. પરંતુ  હવે એવી વાત આવી છે કે ભણશાલીએ પોતાની ફેવરિટ અભિનેત્રી દીપિકા પદુકોણને સાઇન કરી છે. જો આમ  હશે તો દિગ્દર્શક અને દીપિકાની આ ચોથી ફિલ્મ સાથે હશે.

સૂત્રની વાત સાચી માનીએ તો આલિયાને આ ફિલ્મ ન મળવા માટે જવાબદાર કરણ જોહર છે. કહેવાય છે કે, આલિયા ને તો ભણશાલીની ફિલ્મ ્કામ કરવાની બહુ ઇચ્છા હતી. પરંતુ કરણ જોહરે તે જ સમયે પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી દીધી જેમાં આલિયાને મુખ્ય અભિનેત્રી છે. તેથી આલિયા કરણ જોહરને ના પાડી શકે એમ નથી. કરણ  જોહર આલિયાને પોતાની પુત્રી સમાન માને છે, તેણે જ આલિયાને બોલીવૂડમાં લોન્ચ કરી છે. તેથી આલિયા પણ કરણ જોહરનું માન રાખી રહી છે.

આલિયા અને ભણશાલી સાથે બીજી વખત આમ બન્યું છે કે, તેઓ સાથે કામ કરી શક્યા નથી. ભૂતકાલમાં જ્યારે આલિયા ૧૧ વરસની હતી ત્યારે ભણશાલીએ તેને બાળ વધુ તરીકે ફિલ્મ ‘હમારી જાન હો તુમ માં લેવાની ઇચ્છા હતી.પરંતુ એ સમયે એ ફિલ્મ બની શકી નહીં. હવે ફરી એક વખત આલિયા ભણશાલી સાથે કામ કરવાની તક  ચુકી ગઇ છે.

છેલ્લા થોડા સમયથી આલિયા અને ટોચના અભિનેતા રણબીર કપૂર વચ્ચે અફેર ચાલી રહ્યો હોવાની વાતો બોલિવૂડની કૉકટેલ સર્કિટમાં વહેતી થઇ હતી અને બંનેનાં માતા પિતા પણ આ સંબંધને સ્વીકારતા હોવાના અહેવાલો પણ પ્રગટ થયા હતા.

આલિયા હાલ કરણ જોહરની બ્રહ્માસ્ત્ર અને કલંક ફિલ્મ કરી રહી છે. બ્રહ્માસ્ત્રમાં એની સાથે રણબીર કપૂર અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ચમકી રહ્યા છે. કલંકમાં વરુણ ધવન સાથે એ ચમકી રહી છે.

Related posts

લોકસભા સ્પીકરની સેલેરી કેટલી હોય છે જાણો છો? સુવિધાઓ તો એટલી બધી મળે છે કે…

Arohi

ઇંગ્લેન્ડના કારણે ટીમ ઇન્ડિયા નહી પહેરી શકે બ્લૂ જર્સી, ‘ભગવા’ રંગમાં રંગાશે વિરાટ બ્રિગેડ

Bansari

એકતા કપૂરની વેબ સિરીઝના શૂટિંગ દરમ્યાન થયો હુમલો, માહિ ગીલને મેદાનમાં દોડાવી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!