GSTV

રણબીરને પ્રેમ કરી ફસાઇ આલિયા, છોડવું પડશે ફિલ્મી કરિયર

બોલીવુડના રૉકસ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાઅફેરની ચર્ચા ચારેકોર થઇ રહી છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો વાયરલ થઇ રહી છેતેના પરથી લાગે છે કે તેઓ પોતાના આ રિલેશનશીપને લગ્ન સુધી લઇ જવા માટે તૈયાર છે.તેથી જ આલિયા અવારનવાર રણબીરના પરિવાર સાથે જોવા મળે છે. પરંતુ આ સંબંધના કારણેફિલ્મી દુનિયામાં ઉભરી રહેલી આલિયાએ પોતાની કારકિર્દીને છોડવી પડે તેવી શક્યતા છે.

હકીકતમાં એવું માનવામાં આવે છે કે કપૂર ખાનદાનમાં લગ્ન બાદ કોઇપણ વહુને ફિલ્મોમાં કામ કરવાની પરવાનગી નથી. આ જ કારણ છે કે રણધીર કપૂરની પત્ની બબીતા અને ઋષિ કપૂરની પત્ની નીતૂ સિંહે લગ્ન બાદ ફિલ્મી દુનિયાથી અંતર જાળવી લીધું હતુ.

આ જ કારણે હવે માનવામાં આવી રહ્યું છે કે રણબીર સાથે લગ્ન બાદ આલિયાએ પણ પોતાની કારકિર્દી દાવ પર લગાવવી પડશે.

જો કે કેટલાંક મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે આલિયા લગ્ન બાદ પણ પોતાની ફિલ્મી કારકિર્દીમાં આગળ વધશે કારણ કે બોલીવુડના શૉ મેન રાજકપૂરના ભાઇ શશિ કપૂરની પત્ની જેનિફર અને શમ્મી કપૂરની પત્ની ગીતા બાલીએ લગ્ન બાદ પણ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યુ ન હતું.

ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં રણબીર અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે. તેઓ હાલ રિલેશનશીપમાં છે તેવું માનવામાં આવી રહ્યું છે પરંતુ હજુ સુધી તેમણે ઑફિશિયલી આ અંગે કોઇ નિવેદન આપ્યું નથી. જો કે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા-રણવીર બાદ આલિયા અને રણબીર પણ આવતા વર્ષે લગ્ન કરી લેશે.

Read Also

Related posts

ગુન્હેગારો બેફામ/ જેતપુરમાં વેપારીના આંખમા મરચાની ભૂકી નાખી અને છરીની અણીએ ચલાવી લાખોની લૂંટ

pratik shah

અકસ્માતોનું સરવૈયું : રાજ્યમાં દરરોજ 18 અકસ્માત અને થાય છે 22 જેટલા લોકોનાં મોત, 2019માં આટલા લોકોનાં થયાં છે મોત

Bansari

મોદી સરકાર માટે ખુશખબર: સીધું વિદેશી રોકાણ 16 ટકા વધીને 27.1 અબજ ડોલરે પહોંચ્યું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!