GSTV
Home » News » Kalank : આલિયાને ‘રૂપ’ના કિરદારમાં જોઇ ‘પદ્માવત’ની દિપિકાને પણ ભૂલી જશો, અહીં જુઓ First Look

Kalank : આલિયાને ‘રૂપ’ના કિરદારમાં જોઇ ‘પદ્માવત’ની દિપિકાને પણ ભૂલી જશો, અહીં જુઓ First Look

kalank first look

બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ટૂંક સમયમાં કલંક ફિલ્મમાં જોવા મળશે. તેમાં આલિયાનો લુક રિવિલ કરવામાં આવ્યો છે. સામે આવેલા પોસ્ટરમાં આલિયા એક રાજકુમારના કિરદારમાં નજરે આવી રહી છે. ફિલ્મમાં તે રૂપના કિરદારમાં નજરે આવશે.

પોસ્ટરની વાત કરીએ તો આલિયા ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી રહી છે. આલિયા લાલં રંગના લહેંગા અને જ્વેલરીમાં ખૂબસુરત લાગી રહી છે. મજેદાર વાત એ છે કે તે ઘૂંઘટમાં નજરે પડી રહી છે. આલિયાનો આ લુક દીપિકાના પદ્મવત લુક સાથે ઘણો મેળ ખાય છે. આલિયાના આ પોસ્ટરને કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

જણાવી દઇએ કે અત્યાર સુધીમાં વરુણ ધવન, આદિત્ય રૉય કપૂર અને સંજય દત્તનો લુક સામે આવી ચુક્યો છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો તે અંગ્રેજોના સમયમાં લાહોરના હીરામંડીમાં લુહારો દ્વારા કરવામાં આવેલી બગાવત પર આધારિત છે. આ ફિલ્મ 1949ના બેકડ્રોપ પર બની છે. ફિલ્મના કિરદારોને જઇને લાગી રહ્યું છે આ ફિલ્મ શાનદાર હશે.

કરણ જોહરની મોસ્ટ અવેટેડ પીરીયડ ડ્રામા ફિલ્મ કલંકમાં વરૂણ ધવન (varun Dhawan)ના લુકને રિવીલ કરવામાં આવ્યો છે. વરૂણ ધવન આ ફિલ્મમાં જફરનો રોલ પ્લે કરવાનો છે. કરણ જોહર સાથે બીજા સ્ટાર્સે પણ વરૂણના આ લુકને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. પોસ્ટરમાં વરૂણનો ઈન્ટેન્સ લુક જોવા મળી રહ્યો છે.

કરણ જોહરે ટ્વીટ કરી લખ્યું છે કે, હાજર છે ઝફરના રોલમાં વરૂણ ધવન(varun Dhawan) . જે ઝિંદગી અને ખતરોની સાથે ફ્લર્ટ કરે છે. પોસ્ટરમાં વરૂણ આંખમાં કાજલ લગાવી, કાનમાં કડી પહેરી, લાંબા વાળ સાથે જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં તેનો લુક અને તેનો કિરદાર એગ્રેસિવ છે. હાલ તો તેના લુકને ફેન્સ ઘણો જ પસંદ કરી રહ્યા છે. ફેન્સના રિએક્શન પણ સામે આવી રહ્યા છે. એક્ટરનો લુક અને તેનું ટ્રાન્સફોર્મેશન લાજવાબ છે.

જણાવી દઈએ કે કલંક એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. જેમાં વરૂણ સિવાય આલિયા ભટ્ટ(Alia Bhatt), સોનાક્ષી સિન્હા, સંજય દત્ત, કૃણાલ ખેમુ, હિતેન તેજવાની, માધુરી દીક્ષિત, આદિત્ય રોય કપૂર જેવા સ્ટાર્સ જોવા મળવાના છે. 19 એપ્રિલે ફિલ્મ રિલીઝ થશે. જેનું બજેટ 80 કરોડ રૂપિયા છે. આ પિરીયડ ડ્રામા ફિલ્મને અભિષેક વર્મને ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં કરણ જોહર, સાજીદ નડિયાદવાલા, હીરુ યશ જોહર અને અપૂર્વ મહેતાએ પ્રોડ્યુસ કરી છે.

Read Also

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!