GSTV

ઓ બાપ રે! સીતાનો રોલ કરવા માટે આલિયા ભટ્ટે લીધી આટલી તગડી ફી! તૂટી જશે તમામ રેકોર્ડ

આલિયા

Last Updated on June 18, 2021 by Bansari

થોડા દિવસો પહેલા આલિયા ભટ્ટની આવનારી ફિલ્મ આરઆરઆરના પોસ્ટરનો પ્રથમ લુક જોવા મળ્યો હતો. ફિલ્મના આ પોસ્ટરમાં આલિયા લીલા રંગની સાડીમાં જોવા મળી હતી. આ એક સાઉથ ફિલ્મ છે, જેના દ્વારા આલિયા પ્રથમ વખત દક્ષિણની ફિલ્મોમાં કામ કરી રહી છે.

આલિયાએ આ ફિલ્મ માટે રૂપિયા છ કરોડ મહેનતાણું લીધું

એક રિપોર્ટના અનુસાર, આલિયાએ આ ફિલ્મ માટે રૂપિયા છ કરોડ મહેનતાણું લીધું છે. દક્ષિણની ફિલ્મોમાં પ્રથમ વખત આટલી તગડી ફી અભિનેત્રીને આપવામાંઆવી છે. સામાન્ય રીતેટોલીવૂડમાં કામ કરનારી ટોચની અભિનેત્રીઓને પણ એક ફિલ્મ માટે આટલું મહેનતાણું મળતું હોતુ નથી.

આલિયા સાથે રામ ચરણ, જુનિયર એનટીઆર અને અજય દેવગણ

આ ફિલ્મમાં આલિયા સાથે રામ ચરણ, જુનિયર એનટીઆર અને અજય દેવગણ કામ કરી રહ્યા છે. આલિયાએ પોતાના હિસ્સાનું મોટા ભાગનું શૂટિંગ પુરુ કરી નાખ્યું છે. બાકી રહેલું શૂટિંગ આલિયા જલદી જ પુરુ કરવાની છે.

આ ફિલ્મને આ વરસના દશેરાના દિવસે રિલીઝ કરવાની યોજના છે. જોકે ઘણા ટ્રેડ નિષ્ણાંતોનું માનવું છે કે કોરોનાના કારણે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડકશન કામ નિર્ધારિત સમય પર પુરુ થઇ શકશે નહીં. જેથી ફિલ્મને આવતા વરસે જ રિલીઝ કરવી પડશે. જોકે હાલ આ ફિલ્મની રિલીઝ તારીખમાં કોઇ બદલાવના સંકેત નથી.

Read Also

Related posts

લૉકડાઉનમાં ઓનલાઇન એજ્યુ.ની સાઇડ ઇફેક્ટ, વિદ્યાર્થીઓ વાંધાજનક કન્ટેન્ટ આપતી એપ્લિકેશનના બંધાણી બની ગયા!

Dhruv Brahmbhatt

‘નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ’ / પીએમ મોદીએ દેશને આપ્યો નવો મંત્ર, આ અનોખી પહેલમાં જોડાવા દેશવાસીઓને વડાપ્રધાનની હાકલ

Bansari

માઈક્રોસોફ્ટના વૈશ્વિક સરવેમાં ખૂલાસો, વિશ્વમાં સાઇબર હુમલાનો ભોગ બનનારાઓમાં ભારતીયો મોખરે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!