GSTV
Bollywood Entertainment Trending

Video: આલિયાની કાર્બન કૉપી જોઇને થઇ જશો કન્ફ્યૂઝ, કોણ અસલી કોણ નકલી?

પાછલા ઘણાં દિવસોથી અનુષ્કા શર્માની હમશકલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. અનુષ્કા શર્મા જેવો ચહેરો ધરાવતી આ યુવતી બીજુ કોઇ નહી પરંતુ અમેરિકન સિંગર અને સૉન્ગ રાઇટર જૂલિયા માઇકલ્સ છે. તેવામાં હવે આલિયા ભટ્ટ જેવો જ ચહેરો ધરાવતી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તે યુવતી ગલી બૉયમાં આલિયાનો જેવો લુક છે તેવા જ લુકમાં જોવા મળી રહી છે. તેને જોઇને પહેલી નજરે તો એવું જ લાગશે કે આ યુવતી આલિયા જ છે. વીડિયોમાં આ યુવતી આલિયાનો સીન કરી રહી છે જેમાં તે કહે છે કે, ‘મેરે બૉયફ્રેન્ડ સે ગુલુ ગુલુ કરેગી તો ધોપતુઇંગી હી ન ઉસકો.’

જણાવી દઇએ કે આ યુવતીનું નામ સનાયા છે અને વીડિયો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. કમેન્ટ્સમાં યુઝર્સ તેને આલિયાની કાર્બન કૉપી ગણાવી રહ્યાં છે.

વીડિયો જોઇને તમે બંને વચ્ચેનું અંતર ઓળખવામાં થાપ ખાઇ જશે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આલિયા પોતે પણ કન્ફ્યુઝ થઇ જશે કે તેની તસવીર કઇ છે.

ગલી બૉય રૅપર ડિવાઇનના જીવન પર આધારિત ફિલ્મ છે. જેમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરી દેવામાં આવ્યું છે જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. ગલી બૉય ટોટલ મસાલા ફિલ્મ છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે રણવીર સિંહ એક ગરીબ વિસ્તારમાં રહેતા ડ્રાઇવરનો દિકરો છે જે એક સક્સેસફુલ રૅપર બનવા માગે છે.

ફિલ્મની ડાયરેક્ટર ઝોયા અખ્તર પોતાની ગત ફિલ્મ દિલ ધડકને દો બાદ આ ફિલ્મ લઇને આવી રહી છે. આ ફિલ્મમાં પણ તેણએ રણવીરને કાસ્ટ કર્યો હતો. આલિયાએ રણવીરની પાડોશમાં રહેતી એક ગરીબ મુસ્લિમ યુવતીનો રોલ કર્યો છે. ફિલ્મમાં કલ્કી કોચલીન એક ધનાઢ્ય યુવતીના રોલમાં છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ રીલીઝ થશે.

Read Also

Related posts

એશિયા કપ 2022/ભારત-પાકિસ્તાનની મેચ પહેલા દુબઇ સ્ટેડિયમમાં વધારવામાં આવી સુરક્ષા, જાણો કારણ

Damini Patel

સાવધાન/ ભૂલથી પણ Download ન કરતા આ ખતરનાક એપ્સ, થઇ જશો કંગાળ; હમણાં જ કરી દો ડીલીટ

Damini Patel

બરાબરીની ટક્કર: બૉલીવુડમાં આવતા જ નેપોટિઝ્મ પર બોલ્યા નાગા ચૈતન્ય, કરી આવી વાત

Damini Patel
GSTV