GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

માધુરી દીક્ષિતને ટક્કર આપવા આલિયા ભટ્ટ લઇ રહી છે આ ખાસ તાલીમ

રણબીર કપૂર સાથેના રિલેશનશીપને લઇને ચર્ચામાં રહેતી બોલીવુડની યંગ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ અન્ય કારણોસર પણ ચર્ચામાં છે. કરણ જોહરની આગામી ફિલ્મ ‘કંલક માં માધુરી દીક્ષિત યુવા કલાકારો સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં માધુરી અને આલિયાનો એક ડાન્સ સાથે રાખવામાં આવ્યો છે.

” આ ફિલ્મમાં આલિયા માધુરીને ટકકર આપવા માટે એક  વરસથી ખાસ તાલીમ લઇ રહી છે. માધુરી અને આલિયાનો એક ડાન્સ શૂટ થવાનો છે. જેને પરફેક્ટ બનાવવા માટે ફિલ્મની પુરી ટીમ કામે લાગી ગઇ છે. આ એક ક્લાસિકલ ગીત હશે જેમાં જુના ભૂતકાળની ઝલક જોવા મળશે.

માધુરીને કથ્થક ડાન્સમાં ટક્કર આપવા માટે આલિયાએ સખત મહેનત કરવાની જરૂર છે અને તે કરી પણ રહી છે. તેણે આ માટેની ખાસ ટ્રેનિલ લેવાનું શરૂ કરી દીધું છે. આલિયાએ આ પહેલા કદી આવો અનુભવ લીધો નથી. તેથી તેણે એક વરસ પહેલા ડ ડાન્સ ફોર્મના ક્લાસ લેવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા એક-દોઢ મહિનાથી આલિયા સખત મહેનત કરી રહી છે, આ ડાન્સ તેના પાત્ર માટે જરૂરી તેમજ મહત્વનો છે.

આલિયા માધુરીના ગુરૂ પંડિત બીરજુ મહારાજ પાસે શીખી રહી છે. જેમણે ફિલ્મ દેવદાસ અને ડેઢ ઇશ્કિયાના ગીતોમાં કોરિયોગ્રાફી કરી છે.

ઉલ્લેખનીય છે કે હાલ આલિયા ભટ્ટ બલ્ગેરિયામાં ફિલ્મ બ્રહ્માસ્ત્રના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર પણ છે.

Related posts

મહેશ ભટ્ટની એક એવી ફિલ્મ જે સિનેમા હોલ સુધી પહોંચી શકી નહી

Ankita Trada

સુશાંતના મોત બાદ રિયાએ બાંદ્રા પોલીસ સ્ટેશનના ડીસીપી સાથે ચાર વખત વાત કરી હતી

Ankita Trada

સુશાંત કેસ: રિયા ચક્રવર્તીને સરળતાથી નહિ મળે મુક્તિ, ફરી થઇ શકે છે પૂછપરછ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!