GSTV

બહેનની બર્થ ડે પર આલિયા ભટ્ટે પહેરેલા ડ્રેસની કિંમત સાંભળીને તમે ચોંકી જશો

બોલિવૂડની અત્યારની સૌથી લોકપ્રિય એક્ટ્રેસ પૈકીની એક આલિયા ભટ્ટ રવિવારે તેની બહેન શાહિનની 32મી બર્થ ડે પર જોવા મળી હતી. આ બર્થ ડે તેણે ભવ્ય રીતે સેલિબ્રેટ કરી હતી. આ પ્રસંગે આલિયાએ તેની બહેનને બર્થ ડે વિશ કરી અને તેના ફોટો શેર કર્યા હતા. બંને બહેનોની બોન્ડિંગ તેમાં જોવા મળતી હતી.

આલિયા ભટ્ટ

શાહીનની બર્થ ડે પ્રસંગે આલિયા ભટ્ટ તેની બહેન શાહિન અને માતા સોની રાઝદાનને લઇને લંચ પર ગઈ હતી. તેણે આ દિવસ સ્પેશિયલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો કેમ કે શાહિન હંમેશાં આલિયાને સપોર્ટ કરતી રહે છે.  આ સમયે આલિયાનો એકદમ ક્યુટ અને સ્ટાઇલિશ લૂક જોવા મળ્યો હતો જેના માટે આલિયાએ ઘણો ખર્ચ કર્યો હતો.

આ માટે આલિયાએ ઢીંચણ સુધીનો લાંબો સમર ડ્રેસ પસંદ કર્યો હતો.  ફોરેસ્ટ ગ્રીન કલરનો આ આઉટ ફિટ પોપલીન ફેબ્રિકનો બનેલો હતો. તેમા ક્રોસ ટોપ અને સેમી સ્વિટ હાર્ટ નેકલાઈનની ડિઝાઇન તેને વધારે ખૂબસુરત બનાવી દેતી હતી. આ ડ્રેસની કિંમત અંદાજે 16,000 રૂપિયા હતી.

આ પ્રસંગની કેટલીક ફોટો શેર કરાઈ હતી જેમાંથી એકમાં આલિયા તેની બહેનના ગાલે કિસ કરી રહી હતી તો બીજો ફોટો મિરર સેલ્ફી છે. જેમાં આલિયા અને શાહિન ફની એક્સ્પ્રેશન આપી રહ્યા છે. આલિયાએ આ પ્રસંગે એક નોટ પણ લખી છે જેમાં તેણે શાહીન વિશે કહ્યું છે કે બાળપણથી તું મારી પરી રહી છે. તે સાચે જ મને પાંખો આપી છે. આપણે સાથે ડાન્સ કરતા હતા. આપણી પણ એક અલગ ભાષા છે  જે મને ખૂબ પસંદ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગાંધીનગર/ આરોગ્ય કર્મચારી સંઘના બે લીડરની ધરપકડ, એપેડેમિક એક્ટ હેઠળ ગુન્હો થયો દાખલ

pratik shah

તમને લખપતિ બનાવી શકે છે આ 2 ઈંચનો દેડકો, મિનિટોમાં કોઈપણ વ્યક્તિને સુવડાવી શકે છે મોતની ઊંઘ

Ankita Trada

ટોઇલેટમાં ભૂલથી પણ ન વાપરો મોબાઈલ ફોન, થઇ શકે છે જીવલેણ બીમારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!