અડધી રાત્રે આલિયાને સરપ્રાઇઝ આપવા પહોંચ્યો રણબીર, આ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો Birthday

પોતાની ચુલબુલી અદાઓ અને શાનદાર ટેલેન્ટથી લાખો દિલો પર રાજ કરતી એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજે પોતાનો 26મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર ફક્ત આલિયા જ છવાયેલી છે. તેમે ઢગલાબંધ બર્થ ડે વિશીઝ મળી રહી છે. આ વચ્ચે જ મોડી રાત્રે આલિયાના ઘરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્ઝ આલિયાને બર્થ ડે સરપ્રાઇઝ આપવા પહોંચ્યા હતાં. આ સરપ્રાઇઝ તેના કથિત બોયફ્રેન્ડ રણબીર કપૂરે પ્લાન કર્યુ હતું.

આ પ્લાનમાં તેની સાથે ઇન્ડસ્ટ્રીના બીજા કેટલાંક લોકો પણ સામેલ હતાં. મોડી રાત્રે આલિયાના ઘરે જ્યારે આ લોકો પહોંચ્યા ત્યાર પહેલા જ મીડિયા ત્યાં હાજર હતું. રણબીર કપૂર પણ કેમેરામાં કેદ થઇ ગયો હતો.

આલિયા ભટ્ટ આ સરપ્રાઇઝ મેળવીને ઘણી ખુશ લાગી રહી હતી. બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન તે કેમેરામાં કેદ થઇ ગઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે રણબીર કપૂર સાથે તેના લગ્ન નક્કી થઇ ગયાં છે. જો કે હજુ સુધી બંનેના પરિવાર તરફથી આ અંગે કોઇ ખુલાસો કરવામાં નથી આવ્યો.

રણબીરની સાથે કરણ જોહર પમ આલિયાને સરપ્રાઇઝ આપવા પહોંચ્યો હતો.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો ખાસ મિત્ર અયાન મુખર્જી પણ આ બર્થ ડે પાર્ટીમાં હાજર હતો.

આલિયા ભટ્ટ પાર્ટીમાં મિત્રો સાથે મસ્તી કરતી નજરે આવી હતી. આલિયાની મિત્ર મસાબા ગુપ્તાએ આ તસવીર શેર કરી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter