GSTV
Home » News » આલિયા ભટ્ટે દીપિકા અને કેટરિનાને પણ છોડી દીધી પાછળ, મેળવી લીધો આ એવોર્ડ

આલિયા ભટ્ટે દીપિકા અને કેટરિનાને પણ છોડી દીધી પાછળ, મેળવી લીધો આ એવોર્ડ

આલિયા ભટ્ટનો સિતારો અત્યારે બુલંદી પર છે. તેની અક્ટિંગને બધા પસંદ કરી રહ્યા છે. આલિયા પર્સનલ અને પ્રોફેશન લાઈફને લઈ ચર્ચામાં રહ્યા કરે છે. નાની ઉંમરમાં જ તેણે બોલિવૂડની જાણીતી હિરોઈનોને પાછળ છોડી દીધી છે. હવે આલિયા ભટ્ટ, કેટરિના કેફ, દીપિકા પાદુકોણ, જેકલીન ફર્નાડિસ, શ્રદ્ધા કપૂર અને દીશા પટનીને પાછળ છોડીને મોસ્ટ ડિઝાયરેબલ 2018નો એવોર્ડ મેળવી ચૂકી છે. આલિયા ભટ્ટ મોસ્ટ ડિઝાયરેબલ વુમેન બની ગઈ છે.

2017માં આ એવોર્ડ દીપિકાને મળ્યો હતો અને હવે આલિયાએ મેળવી લીધો છે. એક રિપોર્ટ મુજબ, આલિયાને પૂછવામાં આવ્યું કે તેને મોસ્ટ ડિઝાયરેબલ મેન અને વુમેન કોન લાગે છે, તો તેણે કહ્યું કે, કરીના કપૂર ખાન મારી ઓલ ટાઈમ ફેવરિટ છે, અને રણવીર કપૂર મોસ્ટ ડિઝાયરેબલ મેન છે. મારા માટે આ બંને ડિઝાયરેબલ છે. આલિયાએ આગળ કહ્યું કે, ખૂબ ખૂબ આભાર. મને કયારેય આવું નથી લાગ્યું કે હું મોસ્ટ ડિઝાયરેબલનું ટાઈટલ મેળવીશ.

પણ મને એ નથી ખબર કે કઈ વસ્તુ મને મોસ્ટ ડિઝાયરેબલ બનાવે છે, પરંતુ મને લાગે છે કે તમને કોઈ વ્યક્તિ ત્યારે જ ડિઝાયરેબલ લાગે જ્યારે તેની પૂરી પર્સનાલિટી પસંદ આવે. એ વ્યક્તિને એવી જ પસંદ કરો, જેવી તે હોય. આલિયાના વર્કની વાત કરીએ તો બ્રહ્માસ્ત્રમાં રણબીરસિંહ સાથે જોવા મળશે. બંને પહેલી વાર પડદા પર સાથે જોવા મળશે.

Read Also

Related posts

…તો શાળાના શિક્ષકોના પગાર થશે બંધ, જિલ્લા શિક્ષણાધિકારીના આ આદેશથી ખળભળાટ

Nilesh Jethva

જ્યાં દાદા ચોકિદાર અને પિતા ડ્રાઈવર છે તે જ હાઈકોર્ટમાં જજ બનશે આ વ્યક્તિ

Kaushik Bavishi

પોરબંદરના લોકમેળામાં લોકોની સુરક્ષા માટે પોલીસે બનાવ્યો આ ફૂલપ્રૂફ એક્શન પ્લાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!