GSTV
Home » News » આલિયા ભટ્ટને થઇ ગંભીર બિમારી, અચાનક જ કરવા લાગે છે આવી વિચિત્ર હરકત

આલિયા ભટ્ટને થઇ ગંભીર બિમારી, અચાનક જ કરવા લાગે છે આવી વિચિત્ર હરકત

મોખરાની અભિનેત્રી આલિયા ભટ્ટે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને કોઇ પ્રકારની માંદગી સતત રહે છે જેને કારણે કોઇ પણ વાજબી કારણ વિના મને ગમે ત્યારે રડવિું આવી જાય છે.મેઘના ગુલઝારની રાઝી ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મ ફેર એવોર્ડ મેળવનારી આ અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે છેલ્લા ચાર પાંચ મહિનાથી મને ગમે ત્યારે વિના કારણે રડવું આવી જાય છે.

જો કે એણે એ પણ કબૂલ કર્યું હતું કે અગાઉ એ એંઝાયટીનો શિકાર બની ચૂકી હતી. એણે કહ્યું કે હું ડિપ્રેશનનો શિકાર બની નથી પરંતુ એંઝાયટી સતત મને સતાવતી રહી છે. હું વિના કારણે ગમગીન થઇ જાઉં છું. એણે જો કે પોતાની બહેન શાહીનનો ઉપકાર માનતાં કહ્યું કે એને કારણે હું સતત સાજીસારી રહી શકું છું. એ મારું ખૂબ ધ્યાન રાખતી હોય છે. 

એમ તો હું ડિપ્રેશનનો પણ ભોગ બની હતી. ત્યારબાદ મેં ડિપ્રેશન વિશે ઉત્તમોત્તમ પુસ્તકો વાંચ્યા અને ડિપ્રેશનનાં કારણો તથા એમાંથી મુક્ત થવાની તરકીબો વડે હું મારી જાતને સ્વસ્થ કરી શકી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ પાસે બે મોટા પ્રોજેક્ટ છે. તે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં રણબીર કપૂર સાથે નજરે આવશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મુખ્ય રોલમાં જોવા મળશે. આ ઉપરાંત કલંક ફિલ્મમાં પણ આલિયા લીડ રોલમાં છે. આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે. ફિલ્મમાં આલિયાના લુક્સની ઘણી ચર્ચા થઇ રહી છે.

Read Also

Related posts

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!