GSTV
Home » News » આ કારણે આલિયા શૂટિંગ છોડી આવી પાછી, રણબીર સાથે જોવા મળી એરપોર્ટ પર

આ કારણે આલિયા શૂટિંગ છોડી આવી પાછી, રણબીર સાથે જોવા મળી એરપોર્ટ પર

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અત્યારે ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનો કેટલોક ભાગ બીજી વાર શૂટ થઈ રહ્યો છે જેના કારણે ફિલ્મની આખી ટીમ વારાણસી પહોંચી હતી. તે દરમિયાન આલિયા સાથે બન્યું એવું કે તેને કામ છોડીને પાછું આવવું પડ્યું હતું.

રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે આલિયાના પેટમાં અચાનક દુખાવો શરૂ થઈ ગયો અને તેણે શૂટિંગ અધુરું મૂકી પાછું આવવું પડ્યું હતું. આલિયા શૂટિંગ ચાલુ રાખવા માગતી હતી, પણ ડાયરેક્ટર અયાન મુખર્જીએ પેકઅપ કરવાનું નક્કી કર્યું હતું. આ સમયે એક ગીત શૂટ થઈ રહ્યું હતું.

હવે ફિલ્મની ટીમ ફરી નવેમ્બરમાં આવશે અને ત્યારબાદ રણબીર અને આલિયાના ગીતનું શૂટિંગ થશે. આલિયા અને રણબીર મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા, બંને સાથે મુંબઈ પહોંચ્યા હતા, પરંતુ ગેટ પર પહોંચ્યા પછી બંને અલગ-અલગ સાઈડમાં જવા લાગ્યા હતા. એકલા જ ગયા હતા. તેમના લુકની વાત કરીએ તો રણબીરે બ્લેક ટીશર્ટ અને ડેનિમ જિન્સ પહેર્યું હતું.

જ્યારે આલિયાએ નિયોન કલરનું ટ્રાઉઝર અને જેકેટ પહેર્યું હતું. આ પહેલા વારાણસીમાં ચેત સિંહ પર ચાલી રહેલા શૂટિંગ વખતે ઘાટ પર જે પ્રવાસીઓ આવ્યા હતા, તેમને રોકતાં બાઉંસર્સ જોડે ઝઘડો પણ થયો હતો અને પોલીસ સુધી વાત પહોંચી હતી.

એક પ્રેસ કોન્ફરન્સમાં આલિયાએ કહ્યું કે, તે છેલ્લા દસ દિવસથી કાશીની સંસ્કૃતિમાં મગ્ન થઈ ગઈ છે. ત્યાંની ચાટ, કુલફી, બનારસી પાન, ઠંડાઈ અને લસ્સીનો આનંદ માણી રહી છે. જોકે રણબીર અને આલિયાના સંબંધની વાત કરી તો તેણે કંઈ કહ્યું નહીં.

Read Also

Related posts

ભારત પાકિસ્તાન સંબંધ અંગે અમેરિકાએ ઈમરાન ખાનને આપી આ શિખામણ

Arohi

વેલાવાળા શાકભાજીને જીવાતથી કેવી રીતે રક્ષણ આપશો ?

Mayur

જાણો મુંબઈમાં બેઠાં બેઠાં કચ્છની ખેતીનું ધ્યાન રાખતા એક આધુનિક ખેડૂતને

Mayur
Do NOT follow this link or you will be banned from the site!