GSTV

VIDEO : અલી ઝફર મળ્યા ફેમસ બર્ગર એન્ડ પીત્ઝાવાળા શખ્સને, બળજબરીથી ખવડાવ્યા પિત્ઝા

Last Updated on July 4, 2019 by Mansi Patel

ICC વિશ્વકપ 2019માં ભારત સામે પાકિસ્તાનની મેચમાં ભારતની જીત બાદ રોવાવાળો પાકિસ્તાની ફૅન તમને યાદ હશે. હા તેજ બર્ગર અને પીઝાપાળ પાકિસ્તાની ક્રિકેટ ફૅન.

તે શખ્સે કહ્યુ હતુકે, મને જાણ થઈ છેકે, ગઈ કાલે રાતે બધા બર્ગર ખાતા રહ્યા હતા. તેમને ક્રિકેટ છોડાવો અને દંગલ લડાવો. તેમની સાથે કોણ દંગલ લડશે?

મતલબ કે તેઓની કોઈ ફિટનેસ નથી. અમે અહીં તેમની પાસે અપેક્ષાઓ રાખીને બેઠા છીએ. અને તેમને બર્ગર ખાવા છે. આ શખ્સનો વીડિયો તરત જ વાયરલ થઈ ગયો હતો અને તે શખ્સ ફેમસ થઈ ગયો હતો.

એટલું જ નહી સોશિયલ મીડિયા પર આ શખ્સના મેમ્સ પણ બન્યા હતા. ત્યારે પાકિસ્તાની ગાયક સાથે અભિનેતા બનેલા અલી ઝફરની હાલમાં જ આ મોમિન સાકિબ નામના માણસ સાથે મુલાકાત કરી હતી. તેમણે તેની સાથે એક વીડિયો પણ બનાવ્યો હતો. અને તેઓ તેને પીઝ્ઝા ખાવા માટે મજબૂર કરતાં દેખાઈ રહ્યા છે. ત્યારે આ વીડિયો બહુજ ફની અને મઝેદાર લાગી રહ્યો છે. તમે પણ જુઓ આ વીડિયો,

ઝફર વીડિયોમાં કહેતા દેખાય છેકે, હાલમાં જ પાકિસ્તાનની ટીમ જે હારી હતી. ત્યારે તેમાં આ છોકરાએ ભીડમાં બેસીને જે રીતે વાત કરી હતી. કે આ લોકો પીત્ઝા અને બર્ગર ખાય છે. આ લોકોને દંગલ રમાડો જઈને, આવા છોકરાઓને મેચ જોવા જવાની અનુમતિ મળવી જોઈએ જ નહી. આમ તો મને ગુસ્સો આવતો નથી પરંતુ મને એટલો ગુસ્સો આવ્યો કે અમે તે છોકરાને ત્યાંથી લઈ આવ્યા.  મોમિન સાકિબે સૈફ અલી ખાન પર પણ કટાક્ષ કર્યો હતો. એક વીડિયોમાં આ માણસે સૈફ અલી ખાનને ટ્રોલ કર્યો હતો. અને લોકોને તે પણ જરાય પસંદ પડ્યુ ન હતુ.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!