GSTV
Home » News » ‘ધ કપિલ શર્મા શો’ને લઇને અલી અસગરે કર્યો ચોંકાવનારો ખુલાસો

‘ધ કપિલ શર્મા શો’ને લઇને અલી અસગરે કર્યો ચોંકાવનારો ખુલાસો

અલી અસગરે ‘ધ કપિલ શર્મા શો’માં નાનીના કેરેક્ટરથી ઓડિયન્સને એન્ટરટેઇન કર્યા છે. તેણે આ કૉમેડી શો છોડવાનું નક્કી કર્યુ હતુ ત્યારે તેના ફેન્સને ચોક્કસથી દુ:ખ થયુ હશે. અત્યાસ સુધી અલી શો કેમ છોડ્યો તે બાબતે મૌન જ રહ્યો હતો.

સૂત્રોનુસાર, સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચે ફ્લાઇટમાં થયેલા વિવાદ બાદ સુનીલને સપોર્ટ કરવામાં માટે જ તેણે આ શો છોડ્યો હતો તેવું માનવામાં આવી રહ્યુ હતુ. પરંતુ તાજેતરમાં અલીએ આ શો છોડવા પાછળનું સાચું કારણ જણાવ્યુ હતુ.

તાજેતરમાં એક ઇવેન્ટમાં અલી જણાવ્યુ કે, આ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. જે કંઇ થયુ છે એ સારું થયુ નથી. જોકે, ક્યારેક તમે એવી સ્થિતિમાં આવો છો કે તમારે નિર્ણય લેવા પડે છે. હું ‘ધ કપિલ શર્મા શો’ને મિસ કરું છુ. અમારું એક ગ્રુપ હતુ. જોકે, હું ક્રિએટિવ મતભેદોના કારણે જ આ શોમાંથી નીકળી ગયો છું. ક્રિએટિવલી મને લાગ્યુ કે, મારું કેરેક્ટર નિરસ થઇ ગયું છે અને એમાં ઇમ્પ્રુવમેન્ટ માટે કોઇ સ્ક્રોપ નથી.”

જ્યારે કપિલ વિશે પૂછવામાં આવ્યુ ત્યારે અલીએ કહ્યુ કે, ”તે મારો સારો ફ્રેન્ડ છે. મેં તેની પાસેથી ઘણુ શીખ્યું છે. અમે સારો સમય એકસાથે સ્પેન્ડ કર્યો છે.” હવે અલી અસગર સુનીલ ગ્રોવરના નવા શોમાં તેની સાથે જોવા મળશે. આ શોમાં સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’નું પ્રમોશન કરશે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

6 મહિનામાં પહેલી વખત ક્લીન શેવમાં દેખાયા કપિલ શર્મા, શેર કર્યો નવો લૂ

Path Shah

બાલવીરનાં બાળ કલાકાર શિવલેખ સિંહનું રોડ અકસ્માતમાં થયું મોત, માતા-પિતા ગંભીર રીતે ઘાયલ

Path Shah

ગેમ ઓફ થ્રોન્સે તોડ્યો 25 વર્ષ જુનો રેકોર્ડ, Emmy એવોર્ડમાં મળ્યા 32 નોમિનેશન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!