સ્ત્રી સમજી કોઇએ છાતી પર રાખી દીધો હાથ અને કપિલની ‘નાની’ને હકિકતે નાની યાદ આવી ગઇ

‘કપિલ શર્મા શો’માં કપિલની નાની તરીકેની ભૂમિકા ભજવનાર અભિનેતા અલી અસગરે તેમના નિવેદનોમાંના દરેકને આશ્ચર્ય થાય તેવો ખુલાસો કર્યો છે. અલીએ કપિલના શોમાં દાદીની ભૂમિકા ભજવી હતી, જેના માટે તે ઘણીવાર મહિલાના ગેટઅપમાં જોવા મળતો હતો. આ શો ઉપરાંત ઘણા કોમેડી શોમાં અલીનો સ્ત્રી અવતાર જોવા મળ્યો છે. તાજેતરમાં જ અલીએ એક ખુલાસો જાહેર કર્યો છે કે આ ગેટઅપ તેના માટે એકવખત મુશ્કેલીનું કારણ બન્યો હતો. અલીએ કહ્યું કે થોડા વર્ષો પહેલા, દિલ્હીમાં કેટલાક છોકરાઓએ તેમને મહિલા સમજીને છેડતી કરી હતી.

સુનિલ ગ્રૉવરનાં નવા કોમેડી શો ‘કાનપુર વાલે ખુરાનાઝ’ માં અલી દેખાશે જે 15 ડિસેમ્બરે શરૂ થાય છે. જેના માટે તે પ્રમોશન માટે દિલ્હી પહોંચ્યો હતો. આ દરમિયાન અલીએ આ વેદના લોકો સમક્ષ ઠાલવી હતી.

અલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એકવાર તે દિલ્હી લગ્નમાં ગયો હતો આ સમય દરમિયાન તેણે કેટલાક શરાવીઓનો સામનો કરવો પડ્યો હતો. કેમ કે જેણે તેમને સ્ત્રી સમજીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તે લોકોએ અલીનાં છાતિ પર હાથ મૂકવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter