GSTV
Home » News » અલ્જેરિયામાં મિલિટ્રી એરક્રાફ્ટ તૂટી ૫ડ્યુ, 257થી વધુનાં મોત

અલ્જેરિયામાં મિલિટ્રી એરક્રાફ્ટ તૂટી ૫ડ્યુ, 257થી વધુનાં મોત

અલ્જેરિયામાં બુધવારે સવારે સર્જાયેલી એક વિમાન દુર્ઘટનામાં બસ્સોથી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ એક મિલિટ્રી એરક્રાફ્ટ હતું અને અલ્જેરિયાની રાજધાનીથી વીસ માઈલ દૂર તૂટી પડયું હતું. બોઉફારીક એરપોર્ટ નજીક તૂટી પડેલા લશ્કરી વિમાનમાં સૈનિકો અને શસ્ત્રસરંજામને લઈ જવાઈ રહ્યો હતો. વિમાન તૂટી પડયા બાદ દુર્ઘટનાસ્થળેથી ધૂમાડાના ગોટા ઉઠતા પણ દેખાયા હતા. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ. ઘટનાસ્થળે 14 જેટલી એમ્બ્યુલન્સો અને દશ જેટલા ફાયરફાઈટર્સ પહોંચ્યા છે. દુર્ઘટના બાદ એરપોર્ટની આસપાસના તમામ માર્ગોને ઈમરજન્સી સેવાઓને ત્વરિત બનાવવા માટે બંધ કરવામાં આવ્યા છે. અલ્જેરિયાની સેનાના સૂત્રોને ટાંકીને અલ-હડાથે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે દુર્ઘટનામાં કોઈનો બચાવ થયો નથી.

બોઉફરિક એરપોર્ટ ઉપરથી ટેક ઓફ કર્યા બાદ તરત જ પ્લેન ક્રેન થયું હતું.  દેશની રાજધાની અલ્જિયર્સમાં આવેલા એરપોર્ટને દેશની એરફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે. રશિયન સમાચાર વેબસાઈટ સ્પુતનિક ન્યૂઝ મુજબ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગ્યાની આસપાસ અલ્જેરિયન શહેર બ્લીદાના એરપોર્ટ પાસે થઈ છે. આ સ્થળ અલ્જેરિયાના બોઉફરિક પ્રાંતમાં આવેલું છે. – સોશિયલ મીડિયા ઉપર પણ તેને સંબંધિત અનેક વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાંથી નીકળતો ધૂમાડો અને આસપાસ એકત્ર રાહત બચાવ દળના લોકો જોવા મળી રહ્યા છે.

અલ અરેબિયા’ના મતે દુર્ઘટનાસ્થળ દેશની રાજધાની અલ્જીયર્સથી 30 કિલોમીટર દૂર છે અને અકસ્માતમાં કોઇ પણ બચ્યું નથી. બીબીસીનું માનીએ તો મૃતકોની સંખ્યા 257ને  પાર પણ જઇ શકે છે. આ વિમાન દક્ષિણપશ્ચિમી અલ્જીરિયા માટે રવાના થયું હતું. ગલ્ફ ન્યૂઝના મતે પ્લેનમાં સૈનિકોની સાથે જ સૈન્ય સાધન લઇ જઇ રહ્યાં હતા. વિમાન સ્થાનિક સમય પ્રમાણે સવારે 8 વાગ્યે ક્રેશ થયું. એરપોર્ટની તરફ આવતા તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા છે જેથી કરીને ઇમરજન્સી સર્વિસીસમાં મુશ્કેલી પડે નહીં. જો કે અલ્જીરિયન મિલ્ટ્રી સૂત્રે સ્થાનિક ન્યૂઝ ચેનલને કહ્યું કે વિમાન અકસ્માતમાં કોઇ પણ બચી શકયું નથી.

 

Related posts

કોંગ્રેસની ટિકિટ પર નિર્ભયાની માતા ચૂંટણી લડશે ? આશાદેવીએ આપી આ પ્રતિક્રિયા

Ankita Trada

પાકિસ્તાનના વડાપ્રધાને ફરી વખત આર્ટિકલ 370નો રાગ આલાપ્યો, કહ્યું…

Ankita Trada

અમેરિકાનું જુઠ્ઠાણું આવ્યું સામે, ઈરાને કરેલ હુમલામાં 11 સૈનિકો ઘાયલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!