GSTV
GSTV લેખમાળા Trending World

Alfred Nobel / જેના નામે શાંતિનું નોબેલ અપાય એ આલ્ફ્રેડે સૌથી ઘાતક વિસ્ફોટકની શોધ કરી હતી

Alfred Nobel

જગતમાં વિવિધ ક્ષેત્રોમાં વિવિધ પ્રકારના અનેક ઈનામ-અકરામ-પ્રાઈઝ એનાયત થાય છે. પરંતુ એ બધામાં નોબેલ પ્રાઈઝ સૌથી મુલ્યવાન ગણાય છે. નોબેલ પ્રાઈઝ આપવાની શરૃઆત ૧૯૦૧માં થઈ હતી. સ્વીડનના ઉદ્યોગપતિ આલ્ફ્રેડ નોબેલ ની યાદમાં દર વર્ષે નોબેલ પ્રાઈઝ અપાય છે.

આલ્ફ્રેડ નોબેલની ઘાતક શોધ

આતંકવાદની બોલબાલા વચ્ચે હવે તો અનેક પ્રકારના વિસ્ફોટકો ઉપલબ્ધ છે અને આતંકવાદીઓ નિતનવા વિસ્ફોટકો વાપરીને આતંક ફેલાવતાં રહે છે. પરંતુ એ બધામાં ડાયનામાઈટ સૌથી લોકપ્રિય અને અસરકારક વિસ્ફોટક ગણાય છે. કેમિકલ્સ દ્વારા વિસ્ફોટ પામતુ ડાઈનામાઈટ મોટો ધડાકો કરે છે, અત્યંત તિવ્રતાથી સળગે છે, હવામાં ફેલાય છે અને ખુબ જ ઊંચા દબાણે આસપાસની હવાને દૂર ધકેલે છે. પરિણામે વિસ્ફોટના સ્થળની આસપાસ ભારે નુકસાની થાય છે. માણસો હોય તો અડધા-પડધાં સળગી જાય છે, મકાનોની દિવાલો નુકસાન પામે છે, જમીનમાં ખાડા પડી જાય છે.. નુકસાનીનું પ્રમાણ ડાયનામાઈટનો કેવો અને કેટલો જથ્થો છે, તેના પર આધારિત છે. આ ન કરવા જેવી શોધ આલ્ફ્રેડ નોબેલે કરી હતી. તેની આ ઘાતક શોધ બદલ અખબારોમાં તેની બદનામી મોતના સોદાગર તરીકે થવા માંડી હતી. એટલે આલ્ફ્રેડે નક્કી કર્યું કે મરતી વખતે જો મારા માથા પર મોતના સોદાગરનો દાગ લાગેલો હશે તો ઈતિહાસમાં હુ ક્યારેય સારી રીતે નહીં સ્થાન પામુ. માટે ૧૮૯૫ની ૨૭મી નવેમ્બરે આલ્ફ્રેડે પોતાનું વારસાનામુ જાહેર કર્યુ. એ વિલમાં પોતાની ૯૦ ટકા કરતા વધારે સંપત્તિ સદ્કાર્યમાં વાપરવાની સુચના હતી. વિલને કારણે શરૃઆતમાં તો નોબેલના વારસદારોમાં વિવાદો થયા. કોઈ સંપત્તિ જતી કરવા તૈયાર ન હતું. પરંતુ પાછળથી સમજાવટ થઈ જતાં ૧૯૦૧થી આ સંપત્તિનો ઉપયોગ પ્રાઈઝ આપવા માટે કરવાનું નક્કી થયુ. એ પ્રમાણે દર વર્ષે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, મેડિસિન, સાહિત્ય અને શાંતિ માટે અસાધારણ કામ કરનાર વ્યક્તિને જંગી રકમ સાથેનું નોબેલ પ્રાઈઝ એનાયત કરવાનું હતું. રકમ ઉપરાંત પ્રાઈઝ તરીકે ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર પણ અપાય છે.

ઓક્ટોબર-નવેમ્બરમાં જાહેરાત

દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં નોબેલ વિજેતાઓની ઘોષણા થતી હોય છે, જ્યારે દસમી ડિસેમ્બરે સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં ઈનામ વિતરણ સમારોહ યોજાય છે. દસમી ડિસેમ્બર આલ્ફ્રેડ નોબલની મૃત્યુતીથિ હોવાથી એ તારીખ પસંદ કરાઈ છે. ૧૯૦૧માં રસાયણવિજ્ઞાન માટે જેકોબ વાન્ટોફ, ભૌતિકશાસ્ત્ર માટે વિલિયમ રોન્જન્ટ, દવા માટે એમિલ એ. વોન, સાહિત્ય માટે રેન સુલી તથા શાંતિનું જીન દુનાન્ત અને ફ્રેડરિક પેસીને સંયુક્ત રીતે નોબેલ પ્રાઈઝ અપાયા હતા.

નિયમ પ્રમાણે જીવંત વ્યક્તિને જ નોબલ આપી શકાય છે. જોકે સમિતિએ કેટલાક સ્વિડિશ-મૂળના મહાનુભાવોને મૃત્યુ પછી પણ નોબલ આપવા પરંપરા સાથે છેડછાડ કરી હતી. આલ્ફ્રેડ નોબેલે અર્થશાસ્ત્રના નોબેલ પ્રાઈઝની જોગવાઈ કરી ન હતી. એ પ્રાઈઝ બેંક ઓફ સ્વિડને ૧૯૬૮મા ઉમેરાવ્યુ. ત્યારથી અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ પણ અપાતુ આવે છે. પરિણામે અર્થશાસ્ત્રના નોબેલ વિજેતાઓની સંખ્યા પણ માત્ર ૭૪ જ છે.

નોબેલ વિજેતાને કેટલી રકમ મળે?

નોબેલ પ્રાઈઝ માટે મળતી રકમ દર વર્ષે થોડી-ઘણી ફેરફાર પામતી રહે છે. પરંતુ અંદાજિત રકમ 12 લાખ ડોલર જેટલી હોય છે. કોઈ પ્રાઈઝના એકથી વધારે વિજેતાઓ હોય તો તેમની વચ્ચે સરખે ભાગે રકમ વહેંચી દેવામાં આવતી હોય છે. એક પ્રાઈઝ વધુમાં વધુ ૩ લોકો વચ્ચે વહેંચાય છે.

પહેલુ વિશ્વયુદ્ધ (૧૯૧૪-૧૯૧૮) તથા બીજુ વિશ્વયુદ્ધ (૧૯૩૯-૧૯૪૫)ના વર્ષોમાં નોબેલ પ્રાઈઝ સમારોહ રદ રખાયા હતાં. દર વર્ષે દરેક ઈનામ માટે ૧૦૦થી ૧૫૦ નોમિનેશન મળતાં હોય છે. પણ કોઈ વ્યક્તિ પોતે જ પોતાના નામની ભલાણ કરે તો એ નામ આપોઆપ રદ થતું હોય છે. નોબેલ કમિટિ સમક્ષ નામની ભલામણ જે-તે દેશની સરકાર અથવા પ્રતિષ્ઠિત સંસ્થાઓ જ કરી શકે છે. અત્યંત પ્રતિષ્ઠિત હોવા છતાં જ્યાં પોલ સાત્ર અને લી ડક થો એવા વિજેતાઓ છે, જેમણે પ્રાઈઝો નકારી દીધા હતાં!

નોબેલ પ્રાઈઝ સાથે વિવાદો પહેલેથી સંકળાયેલા છે. ક્યારેક નોબેલ કમિટિએ યોગ્ય વ્યક્તિને પસંદ નથી કર્યો એવો તો ક્યારેક પક્ષપાત માટે નોબેલ વિવાદે ચડતુ રહ્યું છે. ભારતમાં કૌભાંડોને યાદ કરવાના હોય તો બોફોર્સ કૌભાંડ પહેલુ યાદ આવે. એ બોફોર્સ કંપનીની માલિકી 1894થી 1986 સુધી આલ્ફ્રેડ જ હતા. અલબત્ત, એ જમાનામાં બોફોર્સ કંપની લશ્કરી સામગ્રી બનાવવા માટે નહીં પરંતુ લોખંડ-પોલાદ ઉદ્યોગ માટે જાણીતી હતી. આલ્ફ્રેડ બ્રેનહાર્ડ નોબેલની ઈચ્છા હતી કે જગત તેને ડાઈનામાઈટના શોધક તરીકે નહીં, પણ એક ભલા માણસ તરીકે યાદ કરે. તેની એ ઈચ્છા બધી જ રીતે પુરી થઈ રહી છે.

Related posts

વિકાસ ગાંડો થયો / અમદાવાદમાં ભૂવામાં ખાબક્યો વાહનચાલક, રસ્તાઓ પર તમારી જવાબદારી સાથે નિકળજો!

Zainul Ansari

નેપાળની રાજધાનીમાં સ્ટ્રીટ ફૂડના વેચાણ પર પ્રતિબંધ, કાઠમંડુમાં કોલેરા પ્રસારને રોકવા કવાયત

Hardik Hingu

સંચાલકો બગડ્યા / ગૌશાળા-પાંજરાપોળ માટે 500 કરોડની કરાઇ હતી જાહેરાત, 7 દિવસનું આપ્યું અલ્ટીમેટમ

Zainul Ansari
GSTV