GSTV
Home » News » જર્મનીનાં આ ખેલાડીએ જેનેવા ઓપનનું ટાઈટલ જીત્યુ, મુશ્કેલ મુકાબલામાં નિકોલસ જૅરીને આપી માત

જર્મનીનાં આ ખેલાડીએ જેનેવા ઓપનનું ટાઈટલ જીત્યુ, મુશ્કેલ મુકાબલામાં નિકોલસ જૅરીને આપી માત

જર્મનીના એલેક્ઝાન્ડર જ્વેરેવે એક મુશ્કેલ મેચમાં નિકોલસ જેરીને પરાજય આપીને જીનીવા ઓપનનું પુરૂષ સિંગલ્સનું ખિતાબ જીત્યુ છે.  જ્વેરેવે ત્રણ સેટ સુધી ચાલેલી મેચમાં ચિલીનાં ખેલાડીને 6-3,3-6,7-6, (10-8)થી પરાજય કર્યા હતા. આ સિઝનની જ્વેરવની આ પહેલી ટ્રોફી છે. શનિવારે થયેલી આ મેચ બે વાર વરસાદને કારણે રોકવી પડી હતી. વરસાદની ખલેલ બાદ જર્મનીના ખેલાડીએ મેચને બે કલાક અને 37 મીનીટમાં જીતી હતી. જ્વેરવે પહેલા સેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેમણે જેરીને સેટ ન થવા દીધા અને જલ્દીથી લીડ કરી દીધી હતી.

બીજા સેટમાં ચિલીના ખેલાડીએ શાનદાર વાપસી કરી હતી અને 6-3ની જીત નોંધાવતા મેચને 1-1થી બરાબર કરી દીધી હતી. વર્લ્ડ રેકિંગમાં 75માં સ્થાન પર રહેલાં જેરી અને જ્વેરેવની વચ્ચે ત્રીજા અને નિર્ણાયક સેટમાં દમદાર ટક્કર થઈ હતી. મેચ ટાઈબ્રેકરમાં પહોંચી ગઈ હતી, જ્યાં જ્વેરેવે બે મેચ પોઈન્ટ બચાવીને જીત નોંધાવી હતી.

READ ALSO

Related posts

તમારુ આધાર કાર્ડ તમને બનાવશે માલામાલ, આ રીતે ઘરેબેઠા કરો 30 હજારની કમાણી

Bansari

યોગી સરકાર ઝુકી, સોનભદ્રના પીડિત પરિવારને મળ્યા પ્રિયંકા ગાંધી

Mayur

પીડિત પરિવારના આંસુ લુછવા એ ગુનો છે ? પ્રિયંકાએ શેર કર્યો વીડિયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!