GSTV
Home » News » ઝ્વેરેવે ચાલુ મેચ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કર્યો હોવાના આક્ષેપથી સર્જાયો વિવાદ

ઝ્વેરેવે ચાલુ મેચ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કર્યો હોવાના આક્ષેપથી સર્જાયો વિવાદ

એટીપી ફાઈનલમાં સિત્સિપાસ સામેની મેચમાં હારી ગયેલા જર્મનીના યુવા ખેલાડી એલેક્ઝાન્ડર ઝ્વેરેવે ચાલુ મેચ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ થતાં વિવાદ સર્જાયો છે. એટીપીએ ફિક્સિંગની સંભાવનાઓને કારણે ચાલુ મેચ દરમિયાન મોબાઈલ સહિતના ઈલેટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

લંડનમાં ચાલી રહેલી એટીપી ફાઈનલ્સમાં ગઈકાલે મોડી રાત્રે રમાયેલી લીગ મેચમાં સિત્સિપાસે ૬-૩, ૬-૨થી ઝ્વેરેવને હરાવ્યો હતો. આ મેચની એક વાઈરલ બનેલી વિડિયો ક્લિપમાં ઝ્વેરેવ તેની કિટ બેગમાં મોબાઈલ કે ટેબ્લેટની સ્ક્રિન પર સ્કોલિંગ કરતો હોય તેવું જોઈ શકાય છે. બેગમાં શું છે તે સ્પષ્ટ થતું નથી, જેના કારણે ઝ્વેરેવને શંકાનો લાભ મળી શકે છે. દરમિયાનમાં ઝ્વરેવે તેના પરના આક્ષેપને નકારતા કહ્યું છે કે, હું હંમેશા મારો મોબાઈલ લોકર રૃમમાં જ રાખું છું. વિડિયો ક્લિપમાં દેખાય છે તે કદાચ પાણીની બોટલ હતી.

જો ઝ્વેરેવે મેચ દરમિયાન ઈલેટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કર્યો છે, તે સાબિત થાય તો મેન્સ ટેનિસની પ્રોફેશનલ સંસ્થા – એટીપી તેમજ ટેનિસની આંતરરાષ્ટ્રીય સંસ્થા ઝ્વેરેવ સામે શિક્ષાત્મક પગલા લઈ શકે છે.

Read Also

Related posts

નરાધમ શિક્ષકે ગુરૂ શિષ્યાના સંબંધને કર્યા શર્મસાર, વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ

Nilesh Jethva

OMG! કંઈક અલગ કરવાનું વિચારતો હતો વરરાજો, બેડરૂમની જગ્યાએ પહોંચી ગયો પોલીસ સ્ટેશન

Ankita Trada

નારિયલ પાણી શરીર માટે છે ગુણકારી, આ બિમારીઓ સામે લડવાની તાકતમાં કરે છે વધારો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!