GSTV
Home » News » ડેટા પ્રોટેક્શન બિલ આવવાથી બંધ થઈ શકે છે Alexa,ગૂગલ હોમ જેવી સુવિધાઓ…

ડેટા પ્રોટેક્શન બિલ આવવાથી બંધ થઈ શકે છે Alexa,ગૂગલ હોમ જેવી સુવિધાઓ…

ડેટા પ્રોટેક્શન બિલ (Data Protection Bill)નો જો સંસદમાં મજૂરી મળી જશે તો એવું થશે કે તમે ઘરની એલેક્સા અને ગુગલ હોમ કામ કરતું બંધ થઈ જશે. નાવ ડેટા પ્રોટેક્શન બિલમાં વોઈસ કમાન્ડ, મોબાઈલ ફિંગર પ્રિન્ટ, અથવા ફેસ અનલોક કરવા માટે ડેટા લેવા પર પણ સરકારની મંજૂરી લેવી પડશે. હાલતો આ બિલને તમામ સાંસદોને સોંપવામાં આવ્યું છે. સરકારની ઈચ્છા આ અઠવાડીયામાં જ બિલને સંસદમાં રાખવાની જરૂરી લાગે છે. ડેટા પ્રોટેક્શન બિલ આ અઠવાડીયે સંસદમાં રજૂ થશે. ત્યારે તમામ સાંસદોથી આ બિલ પર સરકારે સલાહ માંગી છે. બિલ પાસ થવા પર Alexa અને Google હોમ કામ કરવાનું કરશએ બંધ. વોઈસ કમાન્ડ દ્રારા ચાલવા વાળા ડિવાઈસ પર રોક લાગશે. ફિંગર પ્રિન્ટ, ફેસ અનલોક દ્રારા ફોન ઓપન કરવો મુશ્કેલ થશે.

આ અઠવાડીયામાં સંસદમાં રજૂ થશે બિલ

ડેટા પ્રોટેક્શન બિલ આ અઠવાડીયે સંસદમાં રજૂ થશે. તમામ સાંસદો પાસેથી આ બિલ પર સરકારે સલાહ સૂચનો મંગાવી છે. બિલ પાસ થવા પર Alexa અને Google હોમ કાર્ય કરવાનું કરશે બંધ. વોઈસ કમાન્ડ દ્રારા ચાલતા તમામ ડિવાઈસ પર રોક લાગશે. ફિંગર પ્રિન્ટ, ફેસ અનલોક દ્રારા ફોન ઓપન કરવો મુશ્કેલ થશે.

આ બિલમાં બીજું શું છે?

ડેટા લેવાનો અને સંગ્રહિત કરતા પહેલા ગ્રાહકની મંજૂરીની જરૂર રહેશે. બાયોમેટ્રિક ડેટા લેવા પહેલાં, સરકારની મંજૂરીની જરૂર પડશે. બાળકોનો ડેટા સ્ટોર લેવા માટે એક અલગ કાયદો હશે. સરકાર પાસે ડેટા પર અમર્યાદિત તાકાત રહેશે. કોઈપણ સરકારી એજન્સી ખાનગી ડેટાનો ઉપયોગ કરી શકશે. તમામ કંપનીઓએ સરકાર સાથે ડેટા શેર કરવો ફરજિયાત રહેશે. ડેટા પ્રોટેક્શન ઓથોરિટીની રચના કરવામાં આવશે, ત્યાં દંડ અને સજા થશે.

વર્ષની જેલની જોગવાઈ

આ સિવાય બિલમાં ડેટા બિઝનેસમાં ચાર્જ સંભાળનાર એક્ઝિક્યુટિવને પણ ઉલ્લંઘનના કિસ્સામાં ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. બિલમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે કંપનીના અધિકારીને ગુપ્ત માહિતી સાથે મેચ કરીને ભારતના લોકોના અનામી ડેટાની વિરુદ્ધ વ્યક્તિની ઓળખ અથવા ડેટા પ્રોસેસ કરવાનું કામ જાણીજોઈને કરાયું હોય તો તે જેલની સજા સંભળાવી શકે છે.

READ ALSO

Related posts

ઘણા સમયથી બંધ દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ આ તારીખે ફરી થશે શરૂ

Nilesh Jethva

ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદમાં રોડ શો ટુંકાય તેવી શક્યતા, આ જગ્યાએ જવા પર સસ્પેન્સ

Nilesh Jethva

ભવનાથ ખાતે મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતોની રવાડી હોય છે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!