વડોદરાની મહિસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મહિ નદીમાં સર્જાયેલી પૂરની સ્થિતિના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિ નદી કાંઠાના સાવલી, વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાદરા તાલુકાના ડબકા ગામના ભાઠાના 60 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મહિ નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેતરોમાં પાકને નુકશાન થયું છે.
તો સિંધરોટ અને મુજપુરના વિસ્તારમાં મહિસાગર માતાના મંદિરમાં પણ પાણી ભરાયા છે. મહિ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કાંઠા વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા મહિ નદીના વડોદરા ગ્રામ્યના અનગઢ, સિંધરોટ, સાવલી તાલુકાના ભાદરવા, પાદરા તાલુકાના ડબકા, મુજપુર સહિતના ગામોને સલામતીના ભાગરૂપે સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે. તો મહિ નદીનું રૌદ્ર રૂપ જોવા લોકોના ટોળેટોળા સિંધરોટ અને ઉમેટા બ્રિજ ઉપર ઉમટી પડ્યા છે.
READ ALSO
- અતિ મહત્વનું! ૬૩૨ કરોડના ખર્ચે બનનારા ઈન્ટરનેશનલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું અમિત શાહ દ્વારા થશે ખાતમૂહુર્ત, અધ્યત્ન સુવિધાથી સજ્જ હશે આ કોમ્પલેક્ષ
- વીમા રત્ન યોજના/ LIC એ અત્યાર સુધીનો સૌથી અદભુત પ્લાન લોન્ચ કર્યો! 5,000 ના રોકાણ પર તમને મળશે બમ્પર વળતર
- વિચિત્ર બીમારી/ વ્યક્તિએ પત્ની સાથે સબંધ બનાવ્યાના 10 મિનિટ પછી ગુમાવી દીધી યાદ શક્તિ, ડોકટરે જણાવ્યું આનું કારણ
- દેશમાં ડ્રગ્સના દાણચોરો પર કેન્દ્રીય એજન્સીઓની તવાઈ, NCBએ 500 કરોડના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે પાંચને દબોચ્યા
- RBI નો અહેવાલ/ ડિજીટલ ઈન્ડિયાના યુગમાં પણ 100 રૂપિયાની નોટ લોકોની ફેવરિટ, આ પાછળ મહત્વનું કારણ છે જવાબદાર!