GSTV

સાવધાન / ફ્રીમાં ઇન્ટરનેટ વાપરવાની લાલચ ભારે પડી શકે છે, પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા સમયે રહો અલર્ટ

Last Updated on June 12, 2021 by Zainul Ansari

આપણે પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરીએ છીએ. ફ્રીના વાઇફાઇથી આપણે મોબાઇલ ડેટા બચાવી લઇએ છીએ, પરંતુ તેના ઉપયોગથી હેકિંગનો પણ શિકાર થઇ શકો છો. જોકે તેનો એ અર્થ જરાય નથી કે તમે ફ્રી વાઈફાઈનો ઉપયોગ ના કરો. સાવચેતીપૂર્વક વાઈફાઈનો ઉપયોગ કરવામાં આવે તો, હેકરોની ચાલથી બચી શકાય છે. અમે તમને એવી કેટલીક ટ્રિક્સ જણાવીશું, જેનો ઉપયોગ કરી તમે પબ્લિક વાઇફાઇમાં તમારો ડેટા સુરક્ષિત રાખી શકો છો.

VPN ઉપયોગ કરો

વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN)નો ઉપયોગ કરી તમે પોતાના ડેટાને પબ્લિક વાઈફાઈમાં સુરક્ષિત રાખી શકો છો. VPN તમારા ડેટા ટ્રાફિકને એન્ક્રિપ્ટ કરે છે અને સર્વર અને બ્રાઉઝર વચ્ચે પ્રોટેક્ટેડ ટનલ ઉભી કરે છે, જેનાથી સાયબર ક્રાઇમ કરતા હેકર્સ તમારા પર્સનલ ડેટા સુધી નથી પહોંચી શકતા.

Anti Virus ઉપયોગ કરો

એન્ટી વાઇરસ તમારા ફોન અથવા લેપટોપમાં એક જરૂરી ટૂલની જેમ કરે છે. એન્ટીવાઇરસનો ઉપયોગ તમારા ડિવાઇસને સેફ એન્ડ સિક્યોર રાખે છે. જો તમારા ડિવાઇસમાં એન્ટી વાઇરસ છે અને હેકર્સ જો તમારા ડિવાઇસમાં કોઈ ગતિવિધિ કરે છે, તો તેની જાણ તમને પહેલા જ થઇ જશે. સાથે જ એન્ટીવાઇરસ તમારા ડિવાઇરસમાં કોઇ પ્રકારના વાઇરસને આવતા બચાવે છે.

નેટવર્કને વેરીફાઈ કરો

જો તમે પણ પબ્લિક પ્લેસ પર પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરો છો, તો ધ્યાન રાખો કે તમારો વાઈફાઈ વેરિફાઈ હોય. વેરિફાઈ કરવા માટે તમે સંબંધિત ઓથોરિટી પાસેથી વાઈફાઈને વેરિફાઈ કરાવી શકો છો. હંમેશા હેકર ફેક વાઈફાઈ બનાવી લોકોના પર્સનલ ડેટાની ચોરી કરે છે. સુરક્ષા માટે તમે આઈપી એડ્રેસ દ્વારા વાઈફાઈથી કનેક્ટ કરી શકો છો.

HTTPS વેબસાઇટનો કરો ઉપયોગ

હવે જ્યારે પણ પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરો, તો હંમેશા ધ્યાન રાખો કે તમે જે પણ વેબસાઇટને ખોલો છો, તેની આગળ HTTPS જરૂર હોય. વેબ એડ્રેસમાં HTTPS હોવાથી તમારો ડેટા સુરક્ષિત રહેશે.

આ સેટિંગ કરો

તમે ફ્રી વાઈફાઈ ઉપયોગ કરો છો, તો તમારે મોબાઇલની માત્ર એક સેટિંગ ઓન કરવાની છે. આમ કરવાથી તમે malicious અથવા સંવેદનશીલ નેટવર્કથી બચી શકો છો. સાથે જ ડેટા ચોરીને પણ બચાવી શકો છો. તેના માટે મોબાઇલના Data Connectionsમાં જઇ વાઈફાઈ ઓન કરવાનું રહેશે. ત્યાર બાદ Wi-Fiની વિંડો ખુલ્યા પછી રાઇટ સાઇડમાં ત્રણ ડોટ્સ પર ટેપ કરો. ત્યારબાદ Advanced પર ટેપ કરો. અહીં ટેપ કર્યા પછી તમને ઘણા બધા ઓપ્શન દેખાશે. તમે Detect suspicious networkને ટેપ કરી ઓન કરી લો.

Read Also

Related posts

આ રીતે બાળકોના નામ પર જમા કરો પૈસા, દર વર્ષે આટલા રૂપિયા સુધી બચાવી શકો છો ઈનકમ ટેક્સ

Harshad Patel

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!