GSTV
Gujarat Government Advertisement

સાવધાન / QR Code મારફતે પેમેન્ટ કરતા સમયે રહો સતર્ક, નહીંતર ખાલી થઇ શકે છે તમારું બેંક અકાઉન્ટ

Last Updated on May 16, 2021 by Bansari

ડિજીટલ પેમેન્ટની દુનિયામાં ક્વિક રિસ્પોન્સ કોડ (QR Code) દ્વારા પેમેન્ટ કરવાની પદ્ધતી સૌથી નવી છે. થોડાક વર્ષો પહેલા જ મોબાઇલ વોલેટ કંપનીઓએ ક્યૂઆર કોડ દ્વારા પેમેન્ટની પદ્ધતિ રજૂ કરી હતી. પરંતુ યૂપીઆઈ પેમેન્ટના આ સમયમાં તે ખૂબ જ પોપ્યુલર થઇ છે. શક્ય છે કે તમે પણ ક્યૂઆર કોડ મારફતે પેમેન્ટ કરતા હશો. પરંતુ હવે તેને લઇ સતર્ક રહેવાની પણ જરૂર છે. હકીકતમાં ઠગોએ તેમાં પણ છેતરપિંડી કરી લોકોને શિકાર બનાવવાનું શરૂ કર્યું છે.

આ ઠગ સૌથી વધુ ઓનલાઇન સેલર્સને ટાર્ગેટ કરી રહ્યા છે. માની લો કે તમે કંઈક ઓનલાઇન વેચી રહ્યા છો અને તેના માટે તમે ક્લાસિફાઇડ એડ મૂકી છે. આવી સ્થિતિમાં, આ ઠગ લોકોને કોલ કરીને બોલાવે છે અને કહે છે કે તેઓ તમારો માલ ખરીદવા માંગે છે. કિંમત નક્કી કર્યા પછી તેઓ ટેસ્ટિંગ તરીકે ટોકન રકમ મોકલે છે. આ રીતે ઠગ તમારો વિશ્વાસ જીતી લે છે.

કેવી રીતે ક્યૂઆર કોડની મદદથી છેતરપિંડી થઇ રહી છે?

એકવાર તમે તેમના પર વિશ્વાસ કરવાનું શરૂ કરો છો, પછી તેઓ સેલરને ક્યૂઆર કોડ મોકલે છે અને તેને સ્કેન કરવા કહે છે જેથી તમે આખી પેમેન્ટ કરી શકો. અહીંયા કરેલી તમારી એક ભૂલ તમારું બેંક એકાઉન્ટ સાફ કરી શકે છે.

ક્યૂઆ કોડ સ્કેનર બદલીને પણ છેતરપિંડી

ડિજીટલ પેમેન્ટ માટે ક્યૂઆર કોડ જેટલી સગવડભરી પેમેન્ટની પદ્ધતિ છે, એટલા જ તેના ખોટા ઉપયોગ થવાના જોખમ છે. ઘણા કિસ્સાઓમાં ઠગ અનેક મર્ચન્ટને ત્યાં તેમનો ક્યૂઆર કોડ સ્કેનર્સની જગ્યાએ પોતાનો કોડ મુકી દે છે. આ પ્રકારે મોટાભાગના લોકો તેમને જ પેમેન્ટ કરે છે અને દુકાનદારને તેની જાણ પણ નથી થતી.

ક્યૂઆર કોડથી પેમેન્ટ કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખો

હકીકતમાં ક્યૂઆર કોડ સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે વ્યક્તિ ક્યૂઆર કોડને વાચી નથી શકતો. આ જ કારણે ક્યૂઆર કોડ દ્વારા પેમેન્ટ કરતા પહેલા ચકાસી લો કો, તેના પર રિસીવરનું જ નામ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!