GSTV
Home » News » Alert: આવતા 3 દિવસ બંધ રહેશે BANK, પહેલાં જ પતાવી લેજો જરૂરી કામકાજ 

Alert: આવતા 3 દિવસ બંધ રહેશે BANK, પહેલાં જ પતાવી લેજો જરૂરી કામકાજ

એપ્રિલ લાસ્ટ વિકમાં 3 દિવસ બેંક બંધ રહેશે અને આના લીધે દેશમાં ફરી કેશની તંગીની સમાસ્યા થઇ શકે છે. 28 એપ્રિલે 4થો શનિવાર હોવાના કારણે બેંક બંધ રહેશે અને બીજા દિવસે રવિવાર છે આ દિવસે બેંક હોલિડે હોવાને કારણે બેંક બંધ રહેશે. આ બંને દિવસો બાદ આવે છે સોમવાર અને આ દિવસે બુદ્ધ પૂર્ણિમા છે માટે આ દિવસે પણ બેંક બંધ રહેશે.

આવામાં 3 દિવસ સળંગ બેંક બંધ રહેવાને કારણે કેશની તંગીના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. થોડા સમય પહેલાં 8 રાજ્ય દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, તેલંગાના, ઝારખંડ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં રોકડની તંગી રહી હતી. એટીએમમાં કેશ ન હોવાની ફરિયાદ હતી.

ત્રણ દિવસ રાજા હોવાને કારણે શુકવારે એટીએમમાં કેશ ભરવામાં નહીં આવે અને આવા સમયે લોકોને ફરી એક વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

લાંબી રજા હોવાને કારણે બેંકમાં સામાન્ય રીતે તો કેશની વ્યવસ્થા હોય છે પરંતુ ગયા થોડા દિવસોને જોતા લાગે છે કે સ્થિતિ બગડી શકે છે. દેશન ઘણા ક્ષેત્રમાં એટીએમ ખાલી હોવાને કારણે સરકારને ઘણી વખત જવાબ આપવો પડ્યો છે. આરબીઆઈ અને એસબીઆઈએ પણ કેશની તંગી ન હોવાનું જણાવ્યું હતું. સાથે જ જે વિસ્તાર માંથી કેશન હોવાની ફરિયાદ મળી હતી ત્યાંજ વધુ કેશ મોકલવામાં આવ્યું હતું.

મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે. સપ્ટેમ્બર 2015થી આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. બેંક કર્મચારીઓની માંગને સ્વીકારતા સરકારે આને માન્યતા આપી હતી.

એટીએમમાં પૈસાની તંગીથી પરેશાન નાના એરિયાના લોકો એસબીઆઈના પાસ મશીનો માંથી પણ પૈસા ઉપાડી શકે છે. પોસ મશીનોમાંથી એક દિવસમાં 2000 રૂપિયા સુધીની રકમ ઉપાડી શકાય છે. આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી લાગતો. એસબીઆઈ ઉપરાંત બીજા બેંકના એટીએમ કાર્ડની મદદથી પણ પોસ મશીન માંથી પૈસા કાઢી શકાય છે.

 નાણા મંત્રાલય અનુસાર દેશમાં દર મહીને કેશની ડિમાંડ 19 હજાર કરોડથી 20 હજાર કરોડ રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ એપ્રિલની શરૂઆતમાં ૧૩ દિવસોમાં આ ડિમાંડ વધીને 40 હજાર કરોડ રૂપિયાથી 45 હજાર કરોડ રૂપિયાની વચ્ચે થઇ ગઈ. માંગના અચાનક વધારો આંધ્ર, તેલંગાના, કર્નાટક, એમપી અને બિહારમાં જોવા મળ્યો. આજ કારણ સર એટીએમ અને બેન્કો પર અસર પડી.

 

 

Related posts

રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો…

Path Shah

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!