GSTV
Home » News » નર્મદા નદીમાં સર્જાઈ પુરની સ્થિતિ, નદીકાંઠાના 23 ગામોને એલર્ટ

નર્મદા નદીમાં સર્જાઈ પુરની સ્થિતિ, નદીકાંઠાના 23 ગામોને એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની મબલખ આવક થઈ છે જેના કારણે હાલ ડેમમાંથી 23 દરવાજા 4.15 મીટર ખોલીને 8,30,000 ક્યુસેક જાવક નોંધાઇ રહી છે. જેના કારણે નર્મદા નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાનાં નદીકાંઠાના 23 ગામોને એલર્ટ આપી કાંઠા વિસ્તારમાં ન જવા સૂચના અપાઈ છે અમે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આ ગામોની મુલાકાત લેવા સૂચના અપાઈ છે.

નર્મદા નદી બે કાંઠે વહેતા ગોરા ગામનો બ્રિજ ડૂબી ગયો છે. આ બ્રિજને ડૂબાડૂબ બ્રિજ હોય ચોમાસામાં આ પુલની રેલિંગ પણ કાઢી લેવાય છે. ત્યારે જેની ઉપરથી 2 મીટર પાણી વહી રહયુ છે. હાલમાં પાણી વધતા નર્મદા માં પાણી ની સપાટી વધી રહી છે છેલ્લા 5 દિવસ થી બ્રીઝ બંધ રહેતા 8 ગામો ના લોકો ને પરેશાની વેઠવાનો વાળો આવ્યો છે આજે ગણેશ વિશર્જન પણ થઇ રહ્યું છે ત્યારે નર્મદા નદી નું પાણી રોડ સુધી આવી જતા ભક્તો પણ ગણેશ ની મૂર્તિ ને નજીક રોડ પર જ વિર્સજન કરી રહ્યા છે.

Read Also

Related posts

ખંડણીખોર વિશાલ ગોસ્વામીના કોર્ટ વધુ બે દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

Nilesh Jethva

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ જીતવા કોંગ્રેસે ઘડી આ રણનીતિ

Nilesh Jethva

અમદાવાદમાં ધોળા દિવસે જ્વેલર્સ શોપમાં ચોરી, વેપારીને બેભાન કરી આપ્યો ઘટનાને અંજામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!