GSTV

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડ : પટનાના શેલ્ટર હોમમાંથી 7 સગીરાઓ ફરાર, તેમાંથી પાંચ સાક્ષી

Last Updated on February 25, 2019 by

ગ્રામીણ પટણાના નાનકડા નગર મોકામાના એેક શેલ્ટર હોમમાંથી શનિવારે વહેલી સવારે ભાગી ગયેલી સાતમાંથી છ બાળાઓને થોડા કલાકોમાં જ દરભંગા જિલ્લામાંથી પકડી પાડવામાં આવી હતી, એમ પોલીસે આજે કહ્યું હતું. દરભંગાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘સાતમાંથી છ સગીરાઓ મોડી સાંજે સકતાપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારના ગંગોલીમાંથી મળી આવી હતી.

તેમણે કહ્યું હતું કે તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે પટણા જિલ્લામાંથી પોલીસની એક ટીમ સગીરાઓને શોધવા અત્રે આવી હતી. ભાગી છુટેલી બાળાઓમાં એક ગંગોલી ગામની છે.

અન્ય પાંચની સાથે આ સગીરા પણ ગામમાંથી જ મળી આવી હતી. અહીં આવેલી પોલીસ ટુકડીઓ તમામનો કબજો લઇ લીધો હતો. આ ઘટનાના કારણે વિરાધ પક્ષોએ કુમાર સરકાર પર પસ્તાળ પાડી હતી.

તેમણે આક્ષેપ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહેલી બળાત્કાર કૌભાંડ કેસની તપાસમાં આ પાંચ સગીરાઓ સાક્ષી છે. 

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મોટા માથાઓને બચાવવા માટે શાસક પક્ષ દ્વારા ષડયંત્ર ઘડી બાળાઓને ભગાડી દેવામાં આવી હતી. ‘શેલ્ટર હોમમાંથી સગીરાઓ ભાગી તઇ હતી. જાણી કાપીને ભાગી ગઇ હોવાનું કહેવાય છે. તેમના હિસંક વર્તણુંકની સારવાર કરવામાં આવી રહી છે’એમ  સામાજીક કલ્યાણ વિભાગના ડાયરેકટરે કહ્યું હતું.

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!