GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ભારતભરમાં મેઘ ‘મહેર’ પણ હિમાચલપ્રદેશમાં ‘કહેર’ નદીઓ જળબંબાકાર

હિમાચલ પ્રદેશના ચાંબામાં અનરાધાર વરસાદ પડ્યો છે. ચાંબાના કેટલાર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચાંબામાં સતત વરસાદ પડી રહ્યો છે. જેથી તમામ લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

વ્યાસ નદીમાં ઘોડાપૂર

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કાપણે વ્યાસ નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. જેથી નદીના પૂરમાં બે જેટલા શખ્સો ફસાયા હતા. જેમને વહીવટી તંત્ર દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. ઉપરાંત કુલ્લુના ડોભી અને ફોઝલમાં પણ અનરાધાર વરસાદથી ગામ સંપર્ક વિહોણુ બન્યુ છે. જેથી સ્થાનિક લોકોએ લાકડાનો પુલ બનાવી નદી પાર કરી રહ્યા છે. સતત વરસાદના કારણે કુલ્લુના પર્વતિય વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની છે. જેથી વાહન વ્યવહારને પણ અસર થઈ છે.

દિલ્હીમાં ધોધમાર

તો આ તરફ દિલ્હીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ સવારે પણ શરૂ રહ્યો હતો. વરસાદના કારણે રાજધાનીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેથી વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. દિલ્હીમાં સિઝનનો ઓછો વરસાદ પડ્યો છે. જેથી દિલ્હીવાસીઓ વધુ વરસાદની રાહ જોઈ રહ્યા છે.

પંજાબમાં અનરાધાર

તો આ તરફ પંજાબમાં પણ અનરાધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ભાખરા ડેમની જળસપાટી વધી છે. જેથી ડેમમાંથી માટી માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

મંડીની નદીઓમાં ઘોડાપૂર

હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે નદીમાં પણ ઘોડાપૂર આવ્યુ છે. નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે શિવમંદિર પણ પાણીમાં જળમગ્ન થયુ છે. મંદિરમાં પાણી ઘૂસી જવાના કારણે શિવલિંગ પણ પાણીમાં ડૂબ્યા છે. મંડીમાં સતત વરસાદથી જનજીવન પર અસર પડી છે. જ્યારે અનેક લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી દેવામાં આવી છે.

મનાલીમાં ભૂસ્ખલન

હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાથી વાહન વ્યવાહરને અસર થઈ છે. વ્યાસ નદીમાં પૂર આવવાના કારણે કુલ્લુ અને મનાલી વચ્ચેનો નેશનલ હાઈવે ધોવાયો છે. જેથી ભારે વાહનોની અવર-જવર પર રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત અનેક વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના પણ બની છે. જેથી ટ્રાફિક પણ જામ થયો છે. મનાલીમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેથી લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. અને વ્યાસ નદીમાં પણ જળસ્તર સતત વધી રહ્યુ છે.

હોડોડ અને ઘોડિયાર પુલ ભયજનક સપાટીએ

મહીસાગર નદી પર આવેલા હાડોડ અને ઘોડિયાર પુલ ભયજનક સપાટીએ પહોંચતા પુલ પરનો વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે..ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસના વરસાદને કારણે કડાણા ડેમમાં પાણીની આવક થઇ છે. પાણીની આવક 75 હજાર 732 ક્યુસેક છે અને જળ સપાટી 416.5ફૂટ છે. પાણીની આવક વધતા 8 ગેટ 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. મહીસાગર નદીમાં 88 હજાર 512 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. મહિસાગર નદી બે કાંઠે વહેતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા સેવાઇ છે.

READ ALSO

Related posts

વુહાનની વેટ માર્કેટથી કોરોના નીકળ્યા હોવાના દાવાઓ વચ્ચે આ ચીનીએ કર્યો મોટો ધડાકો

Mansi Patel

ગુજરાતમાં વરસાદ મામલે આવી નવી આગાહી : 3 દિવસ આ 9 જિલ્લાના ખેડૂતો રહે સાવધાન

pratik shah

અમેરિકાએ ભીષણ યુદ્ધમાં 44 વર્ષમાં નથી ગુમાવ્યા એનાથી વધારે લોકોને કોરોના ભરખી ગયો, 24 કલાકમાં નવા 20 હજાર કેસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!