એલર્ટ: 48 કલાકમાં વિશ્વભરમાં ઠપ થશે ઇન્ટરનેટ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને પણ થશે ખતરો

ઈન્ટરનેટ યૂઝર્સ માટે આગામી બે દિવસો મુશ્કેલી ભરેલા છે. અહેવાલ છે કે આગામી 48 કલાક સુધી દુનિયાભરમાં ઈન્ટરનેટ સર્વિસિસ બાધિત થવાની શક્યતા છે. રશિયા ટુડેના અહેવાલ પ્રમાણે. ઈન્ટરનેટના વપરાશકારોને આગામી 48 કલાકો દરમિયાન નેટવર્ક કનેક્શન ફેલ્યરનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. કારણ કે મેન ડોમેન સર્વર અને તેની સાથે જોડાયેલું નેટવર્ક ઈન્ફ્રસ્ટ્રક્ચર કેટલાક સમય માટે બંધ રહેશે. અહેવાલ મુજબ. ધ ઈન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઈન્ડ એન્ડ નંબર્સ આ સમયગાળા દરમિયાન મેન્ટનન્સ સાથે જોડાયેલું કામ કરશે. આઈસીએએનએન ક્રિપ્ટોગ્રાફિક કીને બદલશે.

આઈસીએએનએન ક્રિપ્ટોગ્રાફિક કી ઈન્ટરનેટની એડ્રેસ બુક અથવા ડોમેન નેમ સિસ્ટમ એટલે કે ડીએનએસને પ્રોટેક્ટ કરશે. ધ ઈન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઈન્ડ એન્ડ નંબર્સ તરફથી કહેવામાં આવ્યું છે કે સાઈબર એટેકની વધતી ઘટનાઓને જોતા આમ કરવું જરૂરી થઈ ગયું છે. કમ્યુનિકેશન્સ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે સીઆરએનું કહેવું છે કે એક સુરક્ષિત, સ્થિર અને લચીલા ડીએનએસને સુનિશ્ચિત કરવા માટે ગ્લોબલ ઈન્ટરનેટ શટડાઉન જરૂરી છે. સીઆરએનું કહેવું છે કે જો ઈન્ટરનેટ યૂઝર્સને નેટવર્ક ઓપરેટર્સ અથવા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ આવા ફેરફાર માટે તૈયાર નહીં હોય, તો ઈન્ટરનેટ સેવા બાધિત થઈ શકે છે.

જો કે યોગ્ય સિસ્ટમ સિક્યુરિટી એક્સટેન્શન અનેબલ કરીને તેને આવી અસરમાંથી બચાવી શકાય છે. ઈન્ટરનેટ યૂઝર્સને આગામી 48 કલાક દરમિયાન વેબ પેઈજ એક્સેસ કરવામાં આથવા કોઈ ઓનલાઈન ટ્રાન્સક્શન્સ કરવામાં મુશ્કેલી પડે તેવી શક્યતા છે. આ સિવાય જો યૂઝર્સ જૂના આઈએસપીનો ઉપયોગ કરે છે. તો તેમને ગ્લોબલ નેટવર્ક એક્સેસ કરે છે. તો તેમને ગ્લોબલ નેટવર્ક એક્સેસ કરવામાં મુશ્કેલી પડશે.

જો તમારા લેપટોપ અથવા કોમ્પ્યુટર પર વેબસાઈટ્સ અને વેબ પેઈજ ખુલે નહીં. તો તમે તમા ઘરમાં લગાવવામાં આવેલા રાઉટરને રિસ્ટાર્ટ કરી શકો છો. રાઉટરને ફરીથી ચાલુ કરવાથી એ સુનિશ્ચિત થઈ જશે કે તેની પહોંચ પોતાના ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા અપડેટ કરવામાં આવેલા ડીએનએસ ડેટા સુધી છે. જો આમ છતાં પણ વેબસાઈટ્સ અથવા વેબ પેઈજ ખુલે નહીં. તો તેનું કારણ એ હોઈ શકે કે તમારી ઈન્ટરનેટ કંપની હજીપણ જૂનો ડીએનએસ વાપરી રહી છે.

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter