આમ જોવા જઈએ તો, ભારતીય યુઝર્સમાં ઓનલાઈન બેંકીંગ માટેનો રસ ત્યારે જ જોવા મળ્યો હતો, જ્યારે દુનિયા આખી કોરોના સામે ઝઝૂમી રહી હતી. સતત ઓનલાઈન બેંકીંગનો પ્રચાર પ્રસાર હવે વધી રહ્યો છે. એક સમયે લોકો જ્યાં પૈસા ટ્રાંસફર કરવા માટે લાંબી લાંબી લાઈનો લગાવતા હતા, ત્યારે હવે ફક્ત એક ક્લિકમાં તમારા કેટલાય કામો આસાનીથી થઈ રહ્યા છે. જો કે, જેટલા લોકો નેટબેંકીંગ વધુ કરી રહ્યા છે, એટલા જ હવે ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે.
આ પ્રકારના કિસ્સાઓ છેલ્લા થોડા સમયમાં તો બહુ વધી રહ્યા છે. સરકાર અને બેંકોએ પણ બીડૂ ઝડપ્યુ છે કે, લોકોને સાઈબર ક્રાઈમથી બચાવામાં આવે. જો કે, આટલુ કરવા છતાં પણ ક્રાઈમ બંધ થતાં નથી. સાઈબર ક્રિમીનલ લોકોને લૂંટવા માટે નવા નવા કિમીયા અપનાવી રહ્યા છે. તેમાથી જ એક છે બ્રેંડ ન્યૂ, જેના દ્વારા સાઈબર ક્રિમીનલ લોકોને લૂંટી રહ્યા છે. આ વાતની જાણકારી ખુદ ગૃહમંત્રાલયે પણ આપી છે.
— Cyber Dost (@Cyberdost) January 13, 2021
સરકારના એક ટ્વીટર હૈંડલ પરથી, જેનું નામ છે સાઈબર દોસ્ત…તેના દ્વારા લોકોને સચેત કરવામાં આવ્યા છે. મંત્રાલયે લોકોને સચેત કરતા આ પ્રકારની કોઈ ભૂલો કરવી નહીં, તેવી જાણકારી પણ આપવામાં આવી છે. જેમાં કહેવાયુ છે કે, મૈસેજમાં આવતી કોઈ પણ લિંક પર ક્લિક કરવું નહીં.
યુઝર્સ પાસે કઈ પ્રકારના મેસેજ આવી રહ્યા છે.
યુઝર્સને એક મેસેજ મોકલવામા આવે છે, જેમાં લખ્યુ હોય છે કે, આપના બેંક અકાઉન્ટમાં નોમિની જોડાવામાં આવ્યા છે. તમે 30 મીનિટમાં નોમિનીના ખાતામાં પૈસા ટ્રાંસફર કરી શકશો. જો તમે પણ આવુ નથી કર્યુ તો, આ લિંક પર ક્લિક કરી આપની ફરિયાદ નોંધાવી શકો છો.
આપને જણાવી દઈએ કે, આ પ્રકારની લિંક પર ક્લિક કરવાથી હૈકર્સ તમામ પ્રકારની જાણકારી ચોરી લેતા હોય છે. ત્યારે આવા સમયે કોઈ પણ પ્રકારની આવી લિંક પર ક્લિક કરવુ નહીં. વગર વિચાર્યે ક્લિક કરી દેવાથી હૈકર્સ તમામ જાણકારી મેળવી લેતા હોય છે. ગૃહમંત્રાલય તરફથી સાઈબર દોસ્ત દ્વારા ટ્વીટ કરવામાં આવ્યુ છે, જેમાં આ પ્રકારનો મેસેજ બતાવામાં આવ્યો છે. જો તમને પણ આવો કોઈ પણ પ્રકારનો મેસેજ આવ્યો હોય તો, તુરંત સાઈબર ક્રાઈમને ફરિયાદ કરો. સાથે જ આ પ્રકારના મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવું નહીં.
આપે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે, કે આ મેસેજ ક્યાંથી આવ્યો છે. લિંક સુરક્ષિત છે કે, નહીં. તે પણ જાણવુ અતિ આવશ્યક છે. જો આપને લિંકમાં કોઈ વાંધો લાગે તો, આપ તેની ફરિયાદ સાઈબર ક્રાઈમમાં નોંધાવી શકો છો.
READ ALSO
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ ગુજરાતમાં ભાજપ 13 જિલ્લા પંચાયતોમાં શરૂઆતના ટ્રેન્ડમાં જ આગળ, કોંગ્રેસનું નથી ખૂલ્યું હજુ ખાતું
- નગર પાલિકા રિઝલ્ટ/ આપે ખોલાવ્યું ખાતુ, ભાજપે આટલી બેઠકો પર મારી બાજી, જાણો શું છે કોંગ્રેસના હાલ
- કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?
- LIVE: 81 નગરપાલિકાની મતગણતરી શરૂ, ભાજપ 24, કોંગ્રેસ 7 અને આપ 1 બેઠક પર આગળ રસાકસીનો જંગ
- રાજકારણ/ મતગણતરી પહેલાં જ 237 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ, કોંગ્રેસને જીવતદાનની તો ભાજપને લગાવવી છે હેટ્રિક