GSTV
Gujarat Government Advertisement

સાવધાન/ ઓક્સિજન સિલિન્ડર ઘરે પહોંચાડવાના નામે લોકોને ઠગી રહ્યા છે ફ્રોડ લોકો, ભૂલથી પણ ના કરતાં આવું કામ

Last Updated on May 3, 2021 by Harshad Patel

દેશમાં આવી રહેલા કોરોનાની બીજી લહેરને કારણે પરિસ્થિતિ રોજેરોજ કથળી રહી છે. દરરોજ, કોરોના દર્દીઓની વધતી સંખ્યાને કારણે, આરોગ્ય તંત્ર પર ખૂબ દબાણ છે. આ વચ્ચે ઓક્સિજનની કિલ્લત પણ મોટા પ્રમાણમાં જોવા મળી છે. જેને પગલે કાળા બજારીયાઓ અને છેતરપીંડી કરનારા સક્રિય થયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઓક્સિજન અંગે થતી છેતરપિંડી બાબતે લોકોને ચેતવણી આપી છે. રાજધાની દિલ્હીમાં ઓક્સિજન અને આવશ્યક દવાઓનું બ્લેક માર્કેટિંગ થતું હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસ દ્વારા લોકોને સતત ચેતવણી આપવામાં આવી રહી છે.

ઓક્સિજન

સાયબર ગુનેગારોએ લોકોને છેતરવાની રીત શોધી કાઢી

કોરોના રોગચાળા વચ્ચે પણ સાયબર ગુનેગારોએ લોકોને છેતરવાની રીત શોધી કાઢી છે. તેઓ ઓક્સિજન અને આવશ્યક દવાઓ હોસ્પિટલ અને ઘરે પહોંચાડવાના નામે લોકોની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આવા કેસો બહાર આવ્યા બાદ વહીવટી તંત્રએ લોકોને એલર્ટ કરી દીધા છે.

ઓક્સિજન ઘર પરિવહનના નામે આ છેતરપિંડી

ગૃહ મંત્રાલયના સાયબર ફ્રેન્ડની ટીમ વતી ટ્વિટ કરવામાં આવ્યું છે કે ગુનેગારો કેવી રીતે લોકોને છેતરવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ પહેલા ઘરે ઓક્સિજન પહોંચાડવા માટે પૈસાની માંગ કરે છે અને પછી પૈસા તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા પછીથી પોતાનો મોબાઈલ નંબર બંધ કરી દે છે અથવાતો લોકોના ફોન ઉપાડવાનું બંધ કરી દે છે. સાયબર મિત્રે સાવચેત કરતાં કહ્યું કે, કોઈને પણ ઓક્સિજન માટે પૈસા આપતા પહેલા, તેના વિશે પૂરેપૂરી તપાસ કરી લેવી.

ગયા વર્ષે પણ આવા કેસ નોંધાયા હતા

ગયા વર્ષે કોરોના મહામારી દરમિયાન સાયબર ફ્રોડોએ માસ્ક અને સેનિટાઈઝર જેવી આવશ્યક ચીજો વેચવાના નામે છેતરપિંડી કરી હતી. આવા કેસ સામે આવ્યા બાદ સાયબર સેલમાં પણ કેસ નોંધાયા હતા. ફરી એકવાર કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે આ ગુનેગારોની ટોળી ફરીથી સક્રિય થઈને નવી રીતે પોતાની કપટનો શિકાર બનાવી રહ્યા છે.

દવાઓ અને ઓક્સિજનનું બુકિંગ ઓનલાઈન કરવાનું ટાળો

નિષ્ણાતો માને છે કે આવા સમયમાં કોઈ પણ દવાઓ અને ઓક્સિજનનું બુકિંગ ઓનલાઈન કરવાનું ટાળો અને ઠગની ઝપેટમાં ન આવો. સાયબર ક્રાઈમ કરનારાઓ ઓનલાઈન પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, વ્હોટ્સએપ વગેરે પર ઓક્સિજનની ઉપલબ્ધતા અને અન્ય તબીબી સંસાધનોની લિંક્સ મોકલી રહ્યા છે. આ પછી, તે લીંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવાનું કહે છે. એવી કોઈ પણ લિંક ઉપર ક્લિક કરવાનું ટાળો અને તમારી વ્યક્તિગત માહિતી કોઈને પણ શેર કરશો નહીં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / 2,00,00,000 લોકો કોરોનાથી થયા સાજા, મોદી સરકારને ફક્ત ડરાવી રહ્યો છે આ આંક

Bansari

મ્યુકરમાઈકોસિસ/ અમદાવાદ અને સુરતમાં 400 કેસ : કોરોના કરતાં પણ ખતરનાક છે રોગ, હવે રોજ વધશે 100 કેસ

Damini Patel

મહામારી/ દેશમાં 31 કરોડ લોકોના થયા ટેસ્ટ : 7 દિવસથી 4000 લોકોના મોતની સરેરાશ, આજે પણ નોંધાયા આટલા કેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!