GSTV

જરૂરી સૂચના! સરકાર તરફથી જારી થયુ છે એલર્ટ, 30 સપ્ટેમ્બર પહેલા આ કામ પતાવી લો નહીંતર ખિસ્સુ ખાલી કરવા તૈયાર રહેજો

એલર્ટ

Last Updated on September 15, 2021 by Bansari

PAN કાર્ડ ધારકો માટે કામના સમાચાર છે. સરકારે PAN અને આધારને લિંક કરવા માટે એલર્ટ જારી કર્યુ છે કે જો 30 સપ્ટેમ્બર પહેલા તેને લિંક કરવામાં નહીં આવે તો તમારું આધાર નિષ્ક્રિય થઈ જશે. ભારતમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ સૌથી મહત્વના ડોક્યુમેન્ટ છે. ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાથી લઈને મોટા બેંકિંગ ટ્રાન્જેક્શન સુધી, આધારને પાન કાર્ડ સાથે લિંક કરવુ પણ જરૂરી છે.

આ સિવાય તમામ પ્રકારના ફાઇનાન્શિયલ કામ માટે પાન કાર્ડ હોવું ફરજિયાત છે. આવકવેરા વિભાગે PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી છે. ધ્યાનમાં રાખો કે જો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયેલુ નથી, તો ભારે દંડ ભરવો પડી શકે છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું તે અમે તમને જણાવી રહ્યાં છીએ.

એલર્ટ

PAN ઇનવેલિડ થઇ જશે

આવકવેરા વિભાગ અનુસાર, જો તમે તેને લિંક નહીં કરો, તો આવકવેરા કાયદાની કલમ -139AA હેઠળ તમારું PAN અમાન્ય થઈ જશે. આવી સ્થિતિમાં, તમે ઓનલાઇન ITR ફાઇલ કરી શકશો નહીં. આમાં તમારું ટેક્સ રિફંડ અટકાવી શકાય છે. આ સિવાય, તમે કોઈપણ ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શનમાં PAN નો ઉપયોગ કરી શકશો નહીં.

આ રીતે ઓનલાઈન લિંક કરો

  1. સૌથી પહેલા ઇન્કમટેક્સ વેબસાઇટ પર જાઓ.
  2. આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો.
  3. જો આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ આપવામાં આવે તો સ્ક્વેર પર ટિક કરો.
  4. હવે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો.
  5. હવે Link Aadhaar બટન પર ક્લિક કરો.
  6. તમારું PAN આધાર સાથે લિંક થશે.
એલર્ટ

પાનકાર્ડ રદ થશે તો બની જશે બેકાર

પાનકાર્ડ રદ થયા બાદ તેને ફરીથી ઓપરેટિવ કરાવી શકાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે જો આ દરમિયાન કોઈએ રદ કરેલા પાન કાર્ડનો ઉપયોગ કર્યો હોય, તો તે આવકવેરા કાયદા હેઠળ કલમ 272B નું ઉલ્લંઘન માનવામાં આવશે. આવી સ્થિતિમાં પાન ધારકને 10000 રૂપિયાનો દંડ ભરવો પડશે. અને એટલું જ નહીં, જો રદ થયેલ પાનકાર્ડનો ફરી ક્યાંક ઉપયોગ કરવામાં આવે તો દંડ પણ વધારી શકાય છે.

Read Also

Related posts

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર : ફેમિલી પેન્શનમાં સરકારે આપ્યો વધારો, જાણો શું રહેશે નિયમો અને શરતો…?

Zainul Ansari

Corona / કોરોના વિરૃદ્ધ ગુજરાતીઓમાં કેમ બની વધુ એન્ટિબોડીઝ? વૈજ્ઞાનિકોએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

Vishvesh Dave

Photos / મિલાન ફેશન વીકમાં રજૂ થયા ચિત્ર-વિચિત્ર વસ્ત્રો, જૂઓ ફેશનની લેટેસ્ટ તસવીરો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!