GSTV
Narmada ગુજરાત ટોપ સ્ટોરી

એલર્ટ / નર્મદા ડેમના 5 દરવાજામાંથી છોડાઈ રહ્યું છે 1.5 લાખ ક્યુસેક પાણી, લાગ્યો આ પ્રતિબંધ

ડેમ

ઉપરવાસમાંથી પાણી આવકમાં વધારો થતા નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરએ પહોંચતા નર્મદા ડેમના 5 દરવાજા 1 મીટર ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા ગરૂડેશ્વર ખાતે નર્મદા નદીમાં બનાવવામાં આવેલો વિયર ડેમ ઓવર ફ્લો થયો છે. જેને લઇને નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે. પાણીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોઓમાં નર્મદા, કરજણ, ભરૂચ સહિત નદી નજીકના ગામોને એલર્ટ કરાયા હતા.

નર્મદા ડેમમાં પાણીની આવક 1 લાખ 38 હજાર ક્યુસેક નોંધાઇ છે. ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે..જે હાલના સંજોગમાં 5.03 મીટર દૂર છે. સાવચેતીના પગલે તંત્ર દ્વવારા લોકોને નદી કિનારે જવા પ્રતિબંધ લગાવ્યો છે.

Related posts

ભટારના શાંતિવન મિલ પાસે લિફ્ટ તૂટી પડતા એક વ્યક્તિનું મોત, આઠ કામદારોને પહોંચી ગંભીર ઈજાઓ

pratikshah

અશોક ગેહલોતને સત્તા ટકાવી રાખવા માટે ભાજપનું સમર્થનઃ મંત્રીઓ અમિત શાહના સંપર્કમાં

pratikshah

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah
GSTV