GSTV

ગુજરાતની આ કંપનીની કોરોના વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલને અમેરિકામાં મંજૂરી, કોને રસી અપાઇ તેનો રેકોર્ડ રહે તેવી સિસ્ટમ પણ વિકસાવી

વેક્સિન

સ્વિત્ઝરલેન્ડની રિઝેન અને વડોદરાની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ દ્વારા વિકસાવાઈ રહેલી રસીને અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી છે. રસી તૈયાર થતાં સૌથી પહેલા મનુષ્યેતર સજીવો પર તેનો પ્રયોગ થતો હોય છે. પછી મનુષ્ય પર ચાર તબક્કામાં પ્રયોગ થતો હોય છે. મનુષ્ય પર થતો દવા-રસીનો પ્રયોગ ક્લિનિકલ ટ્રાયલ તરીકે ઓળખાય છે. પરિક્ષણ દરમિયાન આ રસીનો સિંગલ ડોઝ અસરકારક સાબિત થતા હવે તેના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી મળી છે. આ રસીને હાલ કામચલાઉ ધોરણે ‘આરપી-7214 ‘નામ અપાયું છે.

કોરોના

ગુજરાતી કંપનીએ વેક્સિન મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવી, કોને રસી અપાઇ તેનો રેકોર્ડ રહેશે

મંજૂર થયેલી રસી કોને અપાઈ છે, કોને આપવાની બાકી છે, ક્યા વિસ્તારમાં કેટલા ડોઝ પહોંચ્યા.. વગેરેનું મેનેજમેન્ટ રસી તૈયાર થયા પછીનો મોટો પડકાર છે. કોઈ એક વ્યકિત ગરબડ કરીને બે વાર રસી ન મેળવી લે, કોઇ ગંભીર દર્દી બાકી ન રહી જાય તેની નોંધ રાખવી કપરી છે. આ માટે ગુજરાતી સોફ્ટવેર કંપનીએ વેક્સિન મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવી છે. તેના કારણ ેરસી આપી દીધા પછી માત્ર અંગુઠાના નિશાન દ્વારા નોંધ રાખી શકાશે.

કોરોના

સિંગલ ડોઝ આપી શકાય એવી નવી કોરોના રસી તૈયાર થઈ, વાનર-ઉંદર પર પ્રયોગ

બેલ્જિયમના વિજ્ઞાાનીઓએ યલો ફિવર (એક પ્રકારનો ઘાતક તાવ)ની રસી પર આધારિત નવી કોરોના રસી તૈયાર કરી છે. આ રસીનો એક જ ડોઝ આપ્યા પછી એ કારગત સાબિત થઈ રહી છે. રેગાવેક્સ નામની રસીનો ઉંદર-વાનરો પર સફળ પ્રયોગ થયો છે. બીજા સજીવોને એ અપાઈ રહી છે. સંશોધકોએ કોરોના વાઈરસનું વિભાજન કરી તેના અંશો યલો ફિવરની રસીમાં દાખલ કર્યા હતા. એ પછી આ નવી રસી વિકસી છે.

Read Also

Related posts

સુરત/ 120 બેઠક માટે અત્યાર સુધી 2700 થી વધુ ફોર્મ વહેંચાયા

pratik shah

જાણો શું છે આધાર ચેટબોટ અને આધાર હેન્ડબુક, જે આપે છે તમારા સવાલના જવાબ

Mansi Patel

ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા અન્ના હજારે, 30 માર્ચથી શરુ કરશે આમરણ અનશન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!