GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

દારૂ નહોતો મળી રહ્યો તો આ દારૂડીયાઓએ અપનાવ્યો ગજબ ઉપાય, સુરંગ ખોદીને આખી દુકાન ખાલી કરી ગયા

દારૂ

કોરોના વાયરસ સામેની જંગ લડવા માટે 66 દિવસના લોકડાઉનને ખતમ થવાના એક દિવસ પહેલા શહેરમાં અમુક ચોર સુરંગ બનાવીને એક દારૂની દુકાનમાં ઘુસી ગયા અને ત્યાં જઈને દારૂની ચોરી કરી લીધી. ચોર ત્યાંથી 3,00,000 રેન્ડ લગભગ  18000 અમેરિકી ડોલર એટલે કે ભારતીય કન્સી અનુસાર લગભગ 13 લાખ 60 હજાર રૂપિયાનો દારૂ લઈને ફરાર થઈ ગયા જે દુકાનના માલિકે સોમવારે સવારે દુકાન ખોલ્યા બાદ વેચવા માટે મુકી હતી.

કડક લોકડાઉનના કારણે દારૂનું વેચાણ બંધ થઈ ગયું હતું

આ ઘટના સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગની છે જ્યાં માર્ચથી લગાવવામાં આવેલા કડક લોકડાઉનના કારણે દારૂનું વેચાણ બંધ થઈ ગયું હતું. દુકાનના માલિકે જણાવ્યું કે સીસીટીવી ફુટેજ દ્વારા ચોરોની ઓળખ થઈ ગઈ છે. તે 10 દિવસ પહેલા પણ દુકાન પર આવ્યા હતા.

જાણકારી આપવા બદલ રાખવામાં આવ્યું છે ઈનામ

તેમના સંબંધમાં કોઈ પણ જાણકારી આપવા માટે 50,000 રેન્ડનું ઈનામ રાખવામાં આવ્યું છે. દેશમાં દારૂની દુકાનો પર વધી રહેલી ચોરીની ઘટનાના કારણે આ દુકાન માલિકોએ સુરક્ષા ગાર્ડ તૈનાત કર્યા છે. લોકડાઉનના કારણે લોકોને દારૂ ન હતું મળી રહ્યું. માટે તેની ચોરી કરીને તેને કાળાબજારમાં 10 ગણા ભાવમાં વેચવામાં આવી રહ્યું છે.

Read Also

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!