GSTV

કેરળમાં ઘરોના નળમાંથી અચાનક નીકળવા લાગ્યો દારૂ, દોડતું થઈ ગયું તંત્ર

કેરળમાં કેટલાંક ઘરોમાં લોકો એકદમ ચોંકી જ ગયાં જ્યારે તેમના ઘરમાં પાણીનો નળ ખોલતાં તેમાંથી પાણીની જગ્યાએ દારૂ નીકળવા લાગ્યો. ત્રિશૂર જિલ્લાના સોલોમન એવેન્યૂ ફ્લેટ્સના રહેવાસીઓ સાથે આ આશ્ચર્યજનક ઘટના ઘટી.

સોસાયટીના એક ફ્લેટમાં રહેતી એક વ્યક્તિએ રાતના સમયે નળ ખોલતાં તેમાંથી દારૂ નીકળી રહ્યો હતો. તેણે તરત જ પડોશીઓને પણ કહ્યું કે નળ ખોલીને ચેક કરે. તો 18 લોકોના નળમાંથી દારૂ નીકળી રહ્યો હતો.

આખરે ક્યાંથી આવ્યો દારૂ…

નળમાંથી નીકળતા દારૂને લોકોએ ભેભુ કરી દીધું અને ત્યારબાદ એક્સાઇસ ડિપાર્ટમેન્ટમાં આ અંગે સૂચના આપી. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની તપાસમાં જાણવા મળ્યું કે, આ બધું જ રચના નામના બારના કારણે થયું છે.

સોલોમન એવેન્યૂ નજીક રચના બારમાં ગેરકાયદેસર રીતે 6 હજાર લીટર દારૂ સ્ટોર કરવામાં આવી હતી. એક્સાઇસ ડિપાર્ટમેન્ટની તેની જાણકારી મળતાં તેમણે એક્શન લીધાં અને કોર્ટે આ દારૂને નષ્ટ કરવાના આદેશ આપ્યા.

દારૂને ઠેકાણે પાડવા અધિકારીઓએ બારના પરિસરમાં જ એક મોટો ખાડો ખોદી એમાં દારૂ નાખી દીધો. જે નીચે ઉતરી પાણીમાં ભળી ગઈ અને સોલોમન અવેમ્યૂ ફ્લેટ્સના નળોમાંથી દારૂ નીકળવા લાગ્યો. સોસાયટીના રહિશો હવે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે.

Read also:

Related posts

ગુજરાતનાં પૂર્વ CMનું નિધન થતાં ભાજપે પેટાચૂંટણી સંબંધિત આજે તમામ જાહેરસભા અને પ્રચાર કાર્યો રાખ્યા બંધ

Mansi Patel

દારૂને રાજસ્થાનથી નડિયાદ પહોંચાડવાનો ભાવ રૂપિયા 50 હજાર, પોલીસની સિન્ડીકેટ જાણવા કોન્સ્ટેબલની ધરપકડ કરો

pratik shah

ઝઘડિયા/ ગુમાનદેવ મંદિરના મહંતે 50 લોકોના ટોળા વિરુધ્ધ નોંધાવી લૂંટ-ફાટની ફરિયાદ- પાંચ લાખથી વધુની મત્તાની ભીડે ચલાવી લૂંટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!