GSTV

ચેતજો/ દારૂનું સેવન કરનારાઓ પર તોળાઇ રહ્યો છે આ જીવલેણ બીમારીનો ખતરો, સામે આવ્યો આ ડરાવનારો રિપોર્ટ

દારૂ

Last Updated on August 4, 2021 by Karan

દારૂ એ દૈત્ય કહેવાય છે. જેને અનેક પરિવારને બરબાદ કરી દીધા છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં લોકો ખાનગીમાં ધૂમ પીએ છે. દારૂના સેવન અને કેન્સર વચ્ચે સીધો સંબંધ હોવાનું રિસર્ચ દર્શાવતા ડોક્ટરોએ હવે ચેતવણી આપી દીધી છે. 2020માં 7 લાખથી વધુ નવા કેન્સરના કેસ દારૂના સેવન સાથે સંબંધિત હતાં જ્યારે આ જ સમયે અમેરિકનો દારૂનુ વધુ સેવન કરતાં હોવાની વાત સામે આવી હતી. ગુજરાતમાં 4.3% લોકો આલ્કોહોલ ડીપેન્ડન્ટ છે એટલે કે આ લોકો  નિયમિત રીતે દારૂનું સેવન કરે છે અને તેને આધારિત છે. આમાં ક્યારેક ક્યારેક દારૂનું સેવન કરતાં લોકોનો સમાવેશ થતો નથી. વસ્તીના 4.3% લોકો એટલે 19.53 લાખ લોકો એડિક્ટ છે. આ ડેટા એઇમ્સ દ્વારા 2019 માં નેશનલ ડ્રગ યુઝ સર્વેમાં એકઠો કરવામાં આવ્યો હતો.

દારૂના સેવનથી કેન્સરના કેસ વધ્યાં

લેંસટ ઓકોલોજીના એડિશનમાં 13 જુલાઇને પ્રકાશિત આ સ્ટડી અનુસાર, વર્ષ 2020માં સામે આવ્યા કેન્સરના 4 ટકા કેસ એકલા આલ્કોહોલના કારણે વધ્યાં છે. દારૂના સેવન સાથે સંબંધિત કેન્સરના મોટાભાગના કેસ તે લોકોમાં જોવા મળ્યાં જેમણે એક દિવસમાં બેથી વધુ ડ્રિંક લીધી. દુનિયાભરમાં એક લાખથી વધુ લોકોમાં તેની સરેરાશ તેનાથી પણ ઓછી હતી.

નોર્થ-વેસ્ટર્ન મેડિસિનમાં એક થોરેસિક સર્જન ડોક્ટર ડેવિડ ઓડેલ અનુસાર, આલ્કોહોલ એક ઉત્તેજક પદાર્થ છે. તે આપણા માઉથની લાઇનિંગ, ગળા, પેટ માટે મુશ્કેલી વધારે છે. આપણા શરીર પોતાના જખમને ઠીક કરવાના પ્રયાસ કરે છે. પરંતુ ઘણીવાસ આ અસામાન્ય રીતે તેને ઠીક કરવાનો પ્રયાસ કરે છે જેથી કેન્સરની શરૂઆત થઇ શકે છે. દારૂ સાથે સંબંધિત કેન્સરના 75 ટકા કેસ એકલા પુરુષોમાં જોવા મળ્યા છે. મોટાભાગના કેસોમાં આલ્કોહોલથી થતા કેન્સરનું કનેક્શન લિવર અને ગળાથી પેટ સુધી જતી નળી સાથે જોવા મળ્યું છે. જ્યારે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર સૌથી વધુ કોમન હતું.

  • ભારતમાં આશરે 62.5 મિલિયન દારૂનું સેવન કરનારા હોવાનું અનુમાન
  • માથાદીઠ દારૂનું સેવન 15 વર્ષમાં, 1970થી 1996 દરમિયાન 106.7% વધ્યુ છે.
  • મોટા પ્રમાણમાં વસતીને કારણે, ભારત દારૂ પીણા માટે વિશ્વનું ત્રીજુ મોટામાં મોટુ બજાર છે જેના કારણે દારૂનુ ઉત્પાદન કરનારી વૈશ્વિક કંપનીઓ ભારત તરફ આકર્ષાઈ છે.
  • દારૂનું વેચાણ 6%ના દરે સતત વધી રહ્યું છે અને તે દર વર્ષે 8% વધવાનો અંદાજ છે.
  • 80% દારૂનો વપરાશ હાર્ડ લિકર અથવા તો ડિસ્ટિલ્ડ સ્પિરિટનો છે જે દર્શાવે છે કે મોટાભાગના દારૂના પીણામાં દારૂનું પ્રમાણ વધારે છે.
  • બ્રાન્ડેડ દારૂનો વપરાશ લગભગ 40% જેટલો છે જ્યારે બાકીનો વપરાશ દેશી દારૂનો છે

નવી સ્ટડી એવા દોરમાં સામે આવી છે જ્યારે મહામારી દરમિયાન દારૂનું સેવન વધ્યું છે. ગત વર્ષે પણ એક સર્વેમાં બે-તૃતયાંશ અમેરિકનોએ તે સ્વીકાર્યુ હતું કે મહામારી દરમિયાન તેમને દારૂ પીવાની લત પહેલા કરતા વધી છે. ન્યૂયોર્કમાં એક એડિક્શન ટ્રીટમેંટ પ્રોગ્રામ ચલાવતી સાઇકોલોજિસ્ટ સારા ચર્ચ કહે છે કે, ઘણાં લોકો જે કોઇને કોઇ રીતે આલ્કોહોલનું સેવન કરી રહ્યાં હતા, મહામારીના ખતરા બાદ તેમનામાં દારૂ પીવાની તબલ પહેલા કરતાં વધી છે.

નિષ્ણાતોએ કહ્યું કે હવે મદદ માંગનારાઓની કતારમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે રોગચાળા પહેલા ક્યારેય વધારે દારૂ પીધો ન હતો. જો કે, ડોકટરો તેને રોગચાળા સાથે જોડીને સંતુષ્ટ નથી. તેમનું કહેવું છે કે આલ્કોહોલ પીવાથી અને તેનાથી જોડાયેલા કેન્સર વચ્ચેના સંબંધનો લગભગ 10 વર્ષનો રેકોર્ડ હોવો જરૂરી છે.

ફેફસાનું કેન્સર દર વર્ષે સૌથી વધુ મૃત્યુનું કારણ બને છે. પરંતુ શું તમે જાણો છો કે સ્મોકિંગ કરતા ઈન્ડોર ટેનિંગને કારણે સ્કિન કેન્સરના વધુ કેસ છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકામાં દર વર્ષે ત્વચાના કેન્સરના 4 લાખથી વધુ કેસ નોંધાય છે. કેન્સર નિષ્ણાતો કહે છે કે અડધાથી વધુ કેન્સર પીડિતો અથવા તેનાથી મૃત્યુ પામેલા લોકો સાધ્ય છે. તમામ પ્રકારના કેન્સરથી દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. આમાંથી 80 ટકા મૃત્યુ ઓછી અથવા મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે. નિષ્ણાતો કહે છે કે આનુવંશિક રીતે કેન્સર થવાનું જોખમ માત્ર 5-10 ટકા છે. આનુવંશિક કેન્સર સિવાય ધૂમ્રપાન, દારૂ, સ્થૂળતા, ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતો કેન્સરના સૌથી મોટા કારણો છે.

દારૂ

વિજ્ઞાન જર્નલ ‘ઍલકોહૉલિસમ’નો રિપોર્ટ

વર્ષ 2013માં વિજ્ઞાન જર્નલ ‘ઍલકોહૉલિસમ’માં ઊંઘ પર દારૂની અસરો સાથે સંકળાયેલા એક અહેવાલને આધારે જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ માત્રામાં દારૂ પીવાથી ઊંઘ તાત્કાલિક આવે છે. ઊંઘની પહેલી સાઇકલમાં ગાઢ ઊંઘ આવે છે પરંતુ ઊંઘની બીજી સાઇકલમાં ઊંઘ વારંવાર તૂટી જાય છે. એન.એચ.એસ.નું કહેવું છે કે એક અઠવાડિયામાં કોઈ પુરુષ કે સ્ત્રીને 14થી વધુ ‘યૂનિટ’ દારૂ પીવો નહીં જોઈએ. બ્રિટનની સરકાર 10 મી.લી. અમિશ્રિત દારૂને એક ‘યૂનિટ’ તરીકે ગણે છે.

બ્રિટનના લોકોને એક અઠવાડિયામાં અધિકતમ માત્રામાં 10 નાની પ્યાલીમાં વાઇન પીવાની સલાહ આપવામાં આવે છે .કેન્સર વિશ્વભરમાં મૃત્યુના અગ્રણી કારણોમાંનું એક છે. કેન્સર થવાનું જોખમ ઘણા પરિબળો પર આધારિત છે જે આનુવંશિક પરિવર્તન, વય, કેન્સરનો પારિવારિક ઇતિહાસ અને કિરણોત્સર્ગના સંપર્ક જેવા પર્યાવરણીય પરિબળો સહિત નિયંત્રણમાં નથી. જો કે, ત્યાં અન્ય ઘણા પરિબળો છે જે વિવિધ પ્રકારના કેન્સરના વિકાસમાં કારણભૂત/નોંધપાત્ર ફાળો આપે છે (જેમ કે સ્તન, ફેફસાં, પ્રોસ્ટેટ, કોલોરેક્ટલ, માથા અને ગળાના કેન્સર અને અન્ય) .

ગુજરાતમાં પરમિટની વધી રહી છે માગ

ગુજરાતમાં 2018 થી દારૂની પરમિટ માંગનારાઓની સંખ્યા વધી રહી છે. 2018 ના વર્ષે 3108 નવી પરમિટ અપાઈ હતી, તો 5701 પરમિટ રિન્યૂ કરાઈ હતી. 2019 માં 580 નવી પરમિટ અપાઈ હતી અને 2285 રિન્યુ કરાઈ હતી. તેના બાદ વર્ષ 2020 માં 1600 પરમિટ નવી અપાઈ હતી અને 1663 પરમિટ રિન્યુ કરાઈ હતી. 2021 માં અત્યાર સુધી 723 નવી પરમિટ અપાઈ છે, અને 1003 પરમિટ રિન્યુ કરાઈ છે.

દારૂ

શું આલ્કોહોલનું સેવન કેન્સરનું કારણ બની શકે છે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, 1 માંથી આશરે 20 મૃત્યુ (વૈશ્વિક મૃત્યુના આશરે 5.3%) આલ્કોહોલના સેવનને કારણે થાય છે અને વિશ્વભરમાં 1 માંથી 6 મૃત્યુ કેન્સરને કારણે થાય છે. આથી, વિશ્વભરના સંશોધકો દ્વારા આલ્કોહોલ અને કેન્સર વચ્ચેના જોડાણનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે. કેટલાક મેટા-એનાલિસિસના ઉદાહરણો કે જે અભ્યાસ કરે છે કે શું આલ્કોહોલ વિવિધ પ્રકારના કેન્સરનું કારણ બની શકે છે (જેમ કે માથું અને ગરદન, સ્તન, ફેફસાં, પ્રોસ્ટેટ અને કોલોરેક્ટલ)

કેન્સર જ નહીં સારવાર પર પણ પડે છે અસર

એક્સપર્ટ્સનું માનવામાં આવે તો વધુ દારૂ પીવાથી માત્ર કેન્સર જ નથી થતું પરંતુ તેનાથી કેન્સરની સારવાર પર પણ અસર પડે છે. એટલે કે દારૂ પીવાથી કેન્સર થવા પર સારવાર પર સંપૂર્ણપણે અસરકારક રીતે થઈ શકતી નથી. દારૂ પીવાથી માત્ર કેન્સર જ નથી થતું પરંતુ alcoholic Cirrhosis પણ થઈ જાય છે.આ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ સતત દારૂ પીએ છે. આ સ્ટેજમાં લીવર ક્યારેય નોર્મલ સ્થિતિમાં પહોચી શકતું નથી. આની શરૂઆત fatty liver diseaseથી થાય છે. બાદમાં alcoholic hepatitisથી થઈને alcoholic cirrhosis સુધી પહોચી જાય છે

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!