GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

આલ્કોહોલ આધારીત હેન્ડ સેનિટાઈઝર પર લાગશે 18% GST, જાણો શું છે નવો નિયમ

હેન્ડ સેનિટાઈઝર

કોરોના વાયરસ મહામારી સમયે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરને જ્યાં કેન્દ્ર સરકારે જરૂરીયાતની વસ્તુઓની યાદીમાં રાખ્યું છે ત્યાં જ બીજી તરફ જીએસટી (GST)માં તેને એવી વસ્તુઓની યાદીમાં રાખ્યું છે જેના પર 18 ટકા ટેક્સ લાગે છે. એવામાં હવે લોકોને આ જરૂર વસ્તુઓ પર પણ વધારે ટેક્સ આપવાનો રહેશે. જીએસટી પર બનેલી ઓથોરિટી ઓફ એડવાન્સ રૂમિંગની ગોવા પીઠે એવા આદેશ જાહેર કર્યા છે.  

આ કંપનીએ પુછ્યો હતો એએઆરને સવાલ

સ્પ્રિંગફિલ્ડ ઈન્ડિયા ડિસ્ટિલરીઝે એએઆરની ગોવા પીઠમાં અપીલ કરી કંપની દ્વારા આપવામાં આવતા સેનિટાઈઝરના વર્ગીકરણ કરવા કહ્યું હતું. કંપનીની દલીલ હતી કે આ ઉત્પાદન પર 12 ટકા જીએસટી લાગે છે. આ ઉપરાંત કંપનીએ પણ પુછ્યું કે હવે સેનિટાઈઝર જરૂરીયાતની વસ્તુ છે તો શું તેના પર જીએસટી છુટ મળશે.

હેન્ડ સેનિટાઈઝર

આ કારણે લાગશે 18 ટકા ટેક્સ

એએઆરે વ્યવસ્થા આપતા કહ્યું કે અરજદાર દ્વારા ઉત્પાદિત હેન્ડ સેનિટાઈઝર આલ્કોહોલ આધારિત છે. તેના પર 18 ટકા જીએસટી લાગશે. પ્રાધિકરણે કહ્યું કે ઉપભોક્તા મામલાના મંત્રાલયે જોકે હેન્ડ સેનિટાઈઝરને જરૂરી વસ્તુના રૂપમાં વર્ગીકૃત કર્યા છે. પરંતુ જીએસટી કાયદામાં છુટ વાળી વસ્તુઓની અલગ સુચી છે.

હેન્ડ સેનિટાઈઝર

Corona મહામારી વચ્ચે હેન્ડ સેનિટાઈઝરની માંગ ખૂબ વધી ગઈ

ઈવાઈના ટેક્સ સલાહકાર અભિષેક જૈને કહ્યું કે આ નિષ્કર્ષ જીએસટી ઓથોરિટીના હેન્ડ સેનિટાઈઝર પર 18 ટકાના ટેક્સના વિચારના અનુરૂપ છે. જૈનને કહ્યું કે શરૂઆતથી જ હેન્ડ સેનિટાઈઝરનું વર્ગીકરણ ચર્ચાનો વિષય રહ્યું છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ મહામારી વચ્ચે હેન્ડ સેનિટાઈઝરની માંગ ખૂબ વધી ગઈ છે. મોટી સંખ્યામાં કંપનીઓ સેનિટાઈઝર બજારમાં કુદી ચુકી છે. એવામાં સરકારને કારણ વગર વિવાદથી બચાવવા માટે આ વસ્તુઓને સાફ કરતા સ્પષ્ટીકરણ જહેર કરવું જોઈએ.

Read Also

Related posts

આ રીતે સારાએ ઉજવ્યો 25મો બર્થ ડે, શેર કરી ક્યુટ તસ્વીરો

Arohi

ફોન Unlock થયા બાદ પણ તમારી મરજી વગર નહીં ચાલે, ફોલો કરો આ કમાલની ટ્રિક

Arohi

સંજય દત્તના ઘરે પહોંચ્યા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, વાયરલ થઈ રહી છે તસ્વીરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!