ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેની વેબ સીરિઝ ‘સિટાડેલ’ માટે ચર્ચામાં છે. પ્રિયંકા હિન્દી સિનેમા વિશે હોય કે અન્ય કોઈપણ મુદ્દા પર દરેક બાબતમાં પોતાનો દૃષ્ટિકોણ રાખે છે. તેcણે હાલમાં જ કંઈક આવું જ કર્યું જ્યારે તેને બોલિવૂડના આગામી સુપરસ્ટાર વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો.

આ અભિનેત્રીને સુપરસ્ટાર કહી
હાલમાં જ દેશી ગર્લ તેની ફિલ્મ સિટાડેલ સાથે સંબંધિત એક ઈવેન્ટમાં પહોંચી હતી. જ્યાં ઇન્ટરવ્યુ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે, બોલિવૂડનો આગામી સુપરસ્ટાર કોણ હશે? તેના પર પ્રિયંકાએ કહ્યું, ‘મને પૂજા બેદીની દીકરી અલાયા ફર્નિચરવાલા ખૂબ જ ગમે છે. થોડા વર્ષોમાં લોકો પોતે જ જોવા લાગશે કે હું સાચું કહું છું કે નહીં. એક્ટ્રેસનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
અલાયાએ પણ પ્રિયંકાના આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા પ્રિયંકાનો આ વીડિયો તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. અભિનેત્રીએ લખ્યું, ‘ મને કેવું લાગે છે, હું આ લાગણીને શબ્દોમાં વર્ણવી શકતી નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અલાયા એફ છેલ્લે કાર્તિક આર્યન સાથે ફિલ્મ ‘ફ્રેડી’માં જોવા મળી હતી. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. અભિનેત્રી ટૂંક સમયમાં ‘અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત’ નામની ફિલ્મમાં જોવા મળશે.
- BREAKING / અમદાવાદ: કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ, મકાન પચાવી પાડી છેતરપીંડી કર્યાની નોંધાઈ હતી ફરિયાદ
- BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત
- Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ
- Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ
- 14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા