GSTV
Home » News » કૂકની નિવૃતિ બાદ સચિનનો આ રેકોર્ડ તોડવો હવે કોઇ પણ ક્રિકેટર માટે સ્વપ્ન સમાન

કૂકની નિવૃતિ બાદ સચિનનો આ રેકોર્ડ તોડવો હવે કોઇ પણ ક્રિકેટર માટે સ્વપ્ન સમાન

ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી એલિસ્ટર કુકે પોતાના અઢળક ફેન્સને આંચકો આપતા ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક સમયથી એલિસ્ટર કુકને લાગી રહ્યું હતું કે તે સારું પ્રદર્શન નથી કરી રહ્યો. ઉપરથી એલિસ્ટરે એ પણ જણાવેલું કે, મારે જેટલું બેસ્ટ આપવું હતું એ મેં આપી દીધું. મારી પાસે હવે કંઇ બચ્યું નથી. ચોંકાવનારી વાત એ છે કે એલિસ્ટર કૂકે એવા સમયે નિવૃતિ લેવાની ઘોષણા કરી જ્યારે તે સચિન તેડુલકરના ટેસ્ટ ક્રિકેટના રનનો રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયો હતો.

હવે કૂકને છેલ્લી વખતે તેના ફેન્સ ઓવેલ ટેસ્ટમાં રમતા જોઇ શકશે. જે તેના કરિયરની છેલ્લી ટેસ્ટ બનીને રહેશે. કૂકે અત્યાર સુધી 160 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેણે 12,254 રન કર્યા હતા. કૂકના નામે 160 ટેસ્ટમાં 32 સેન્ચુરી અને 56 હાફ સેન્ચુરી નોંધાયેલી છે.

જ્યારે 2011માં બર્મિંધમમાં રમતા કૂકે 294 રન ફટકાર્યા હતા. જે તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. પણ ભારતીય ફેન્સ માટે ખુશીના સમાચાર એ હોઇ શકે કે સચિન તેડુલકરના 15,921 રનના વિક્રમને હવે કોઇ ક્રિકેટર માટે તોડવુ એ સપના બરાબર બની જશે.

કૂક વર્તમાન સમયમાં એકમાત્ર એવો ક્રિકેટર હતો જે સચિનના આ રેકોર્ડને તોડવાની નજીક હતો. જે પછી વર્તમાન સમયે ક્રિકેટ જગતમાં કોઇ એવો ક્રિકેટર નથી જે સચિનના આ કિર્તીમાનને પછાડી શકે. 32 વર્ષીય કૂકે એ સમયે નિવૃતિ લીધી જ્યારે તે સચિનના રેકોર્ડથી માત્ર 3667 રન પાછળ હતો.

જોકે હાલમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઇ રહેલી શ્રેણીમાં કૂકનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું હતું. કૂકે ચાર ટેસ્ટ મેચોમાં માત્ર 109 રન કર્યા હતા. જેના કારણે તેના ફોર્મ પર પણ સવાલો ઉઠ્યા હતા.

2006માં 21 વર્ષની ઉંમરે કૂકે નાગપુર ખાતે ભારત વિરૂદ્ધ ટેસ્ટમાં ડેબ્યુ કરેલું. એ મેચમાં કૂકે શાનદાર સેન્ચુરી મારી હતી, જે પછી હવે તે ભારત સામેની ટેસ્ટ મેચમાં જ નિવૃતિ લેશે. બીજી તરફ કૂકની વનડે કારકિર્દી કંઇ ખાસ નથી રહી. જેણે 92 મેચમાં 3204 રન બનાવેલા.

Related posts

સલમાન ખાન અને આલિયા ભટ્ટની ફિલ્મે રિલીઝ પહેલા જ કરી લીધી કરોડોની કમાણી, પણ કેવી રીતે?

Dharika Jansari

‘અરે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનવું જોઈએ’ : રંજન ચૌધરીનો કટાક્ષ

Mayur

કાશ્મીરની સ્થિતિ અંગે યુએનના મહાસચિવને ભ્રમિત કરવા ગયેલા મહેમૂદ કુરૈશની બાઝી મોદીના કારણે ઉલટી પડી ગઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!